Only Gujarat

National

વરરાજાએ મારી એવી એન્ટ્રી કે દુલ્હનની આંખમાંથી છલકાઈ ઉઠ્યાં આંસુ

આ વર્ષે કોરોનાકાળની સ્થિતિ થોડીક નોર્મલ થતાં લગ્નની સિઝન ફરી ચાલુ થઈ છે. એવામાં લગ્નના ઘણાં રસપ્રદ વીડિયો પણ જોવા મળી રહ્યા છે. અત્યારના સમયમાં વરરાજા અને વહુ લગ્નમાં હટકે એન્ટ્રી કરે છે. ત્યારે અમે તમને આજે વરરાજાની ધમાકેદાર એન્ટ્રી બતાવીએ. જેને જોઈ તમારી આંખો પણ બે ઘડી પહોળી થઈ જશે.

છેલ્લાં કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વરરાજા પોતાની વહુને એક રોમેન્ટિક એન્ટ્રી સાથે સરપ્રાઈઝ આપે છે. આ દરમિયાન વરરાજા પોતાના જાનૈયાઓ સાથે ફેમસ ગીત ‘સાજનજી ઘર આયે’ પર ડાન્સ કરીને એન્ટ્રી કરે છે. વરરાજાની આ સરપ્રાઈઝ જોઈને વહુની આંખો ભીની થઈ જાય છે. તે પોતાના આંસુને સંભાળી શકતી નથી.

ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને Coolbluezએ પોસ્ટ કર્યો છે. આ વીડિયો આમ તો જાન્યુઆરીમાં પોસ્ટ કરાયો હતો, પણ Indiagram Wedding નામના એક ઇન્સ્ટાગ્રામ પેજે આને ફરીથી પોસ્ટ કર્યો છે. જે પછી આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

જેને પણ આ વીડિયો જોયો તે ખુદના ઇમોશનને રોકી શક્યો નહીં. આ વીડિયોએ દરેક લોકોનું દિલ જીતી લીધું છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વરરાજા અને વહુ વચ્ચે કેટલો પ્રેમ છે. વર સાથે નાચી રહેલાં જાનૈયાઓ પણ આ વીડિયોને શાનદાર બનાવવામાં પુરો સહયોગ આપી રહ્યા છે. તે લોકો વરરાજાને ખભા પર બેસાડી દે છે.

આ વીડિયોને અત્યારસુધી 3 લાખ 85 હજારથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં સૌથી ખાસ વરરાજા અને વહુની ભાવના બનાવે છે.

જોકે, દરેકે આનાથી પણ ગ્રાન્ડ લેવલની એન્ટ્રી જોઈ છે. જોકે, આ વીડિયો સીધો દિલની ટચ કરી જાય છે. આ જોઈ મનમાં ભાવનાઓનો ધોધ વહી રહ્યો છે.

તો સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને જોઈ રસપ્રદ કોમેન્ટ્સ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, ‘‘ અત્યારસુધી જેટલા પણ લગ્નના વીડિયો જોયાં તેમાંથી આ વીડિયો બેસ્ટ છે. ’’ તો એક અન્ય યૂઝરે તેના ફ્રેન્ડને ટેગ કરી કહ્યું કે, ‘‘ જો આપણે લગ્નમાં આવું ના કર્યું તો લગ્નનો ફાયદો શું? ’’

You cannot copy content of this page