Only Gujarat

Business TOP STORIES

OTP વગર હવે નહીં મળે ગેસની ડિલીવરી, જાણો બેંકથી લઈને કયા નિયમો બદલાયા

નવી દિલ્હીઃ નવા મહિના નવેમ્બરનો પ્રારંભ થઈ રહ્યો છે, આ નવા મહિનામાં એલપીજી બુકિંગ તથા ડિલીવરી સહિતના ઘણા નિયમોમાં ફેરફાર થવાનો છે. તો જાણીએ કે કયા મોટા ફેરફારો 1 નવેમ્બરથી અમલી થશે.

જો તમે ઈન્ડેન ગેસના ગ્રાહક છો તો બુકિંગ માટે નવા નંબરનો ઉપયોગ કરવો પડશે. વાસ્તવમાં ઈન્ડિયન ઓઈલે ઈન્ડેન ગેસના બુકિંગ માટેનો નંબર બદલી નાંખ્યો છે. હવે ગ્રાહકોએ એલપીજી સિલિન્ડર બુક કરાવવા માટે 7718955555 પર કોલ કે મેસેજ કરવાનો રહેશે. આ ઉપરાંત 1 નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરની હોમ ડિલીવરીની પદ્ધતિ પણ બદલાશે. વાસ્તવમાં ગેસ બુકિંગ બાદ ગ્રાહકોના મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. જે જણાવ્યાં પછી જ ગ્રાહકોને સિલેન્ડરની ડિલીવરી મળશે.

એલપીજી ગેસ મામલે ત્રીજો ફેરફાર એ છે કે એલપીજી ગેસની નવી કિંમત જાહેર કરવામા આવશે. ઓક્ટોબર મહિનામાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નહોતો. જ્યારે કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે, દેશી સરકારી ઓઈલ કંપની દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો જાહેર કરે છે.

બેંક ઓફ બરોડા 1 નવેમ્બરથી પોતાના ગ્રાહકો માટે અમુક ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ ફેરફાર બેંકના કરન્ટ અકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ, કેશ ક્રેડિટ અકાઉન્ટ, સેવિંગ્સ અકાઉન્ટ અને અન્ય અકાઉન્ટમાં પૈસા જમા કરાવવા કે ઉપાડ સાથે જોડાયેલા સર્વિસ ચાર્જ અને ચેકબુક સાથે જોડાયેલો છે. 1 નવેમ્બરથી નક્કી કરેલ મર્યાદા કરતા વધુ બેંકિંગ કરનાર પર અલગથી ચાર્જ લાગશે.

You cannot copy content of this page