Only Gujarat

Bollywood

નેહા કક્કરના પૂર્વ પ્રેમીની કરોડો રૂપિયાની બે કારની ચોરી થતાં લીધી ત્રીજી કાર, કિંમત તો છે કરોડોમાં

મુંબઈઃ નેહા કક્કરના એક્સ બૉયફ્રેન્ડ અત્યારે હેપ્પી પ્લેસમાં છે. તેમણે ખુદને એક લગ્ઝરી કાર ગીફ્ટ કરી છે. હિમાંશે તેમના બર્થડે (3 નવેમ્બર) પહેલાં ખુદની એક લગ્ઝરી કાર ખરીદી છે. તે હવે સ્પોર્ટ કાર Porscheનો માલિક છે. આ કારની 1.5 કરોડથી 4 કરોડ રૂપિયા વચ્ચે આવે છે.

કાર ખરીદી પર હિમાંશ કોહલીએ કહ્યું, ‘મારો બર્થડે આવી રહ્યો છે અને 2020 ઘણાં લોકો માટે ફિક્કુ વર્ષ રહ્યું છે. એટલે મેં વિચાર્યું કે ખુદ થોડો વિચાર કરવો જોઈએ અને ખુદને જ એક ગિફ્ટ આપવી જોઈએ.’

‘આ હંમેશાથી મારી બકેટ લિસ્ટમાં હતી અને તેને લેવામાં ઘણો સમય લાગ્યો છે, પણ હું ખુશ છું કે અંતે તે દિવસ આવી જ ગયો જ્યારે હું પોતાની સ્પોર્ટ્સ કારમાં ફરી શકું છું.’

વધુમાં તેમણે કહ્યું કે, ‘હું ઘણાં સમયથી નવી કાર ખરીદવાનું વિચારી રહ્યો હતો. ખાસતો, મારી બે બ્રાન્ડ ન્યૂ SUV દિલ્હીમાં ઘર પાસેથી ચોરી થઈ ગઈ હતી. પહેલી ચોરી 2015માં થઈ હતી, અને બીજી ચોરી વર્ષ 2019માં થઈ હતી, ખરીદીના 3-4 મહિનામાં જ થઈ હતી.’

હિમાંશે નવી કાર બ્લૂ કલરની લીધી છે. જે અંગે તેમણે કહ્યું કે, ‘મારું માનવું છે કે, આ રંગ સાથે મારું કોઈ એક કનેક્શન છે. મારી પર્સનલ વસ્તુ, ત્યાં સુધી કે મારું ફેવરિટ સોન્ગ બ્લૂ હૈ પાની પાની, સભી બ્લૂ છે.’

હિમાંશ કોહલી ખૂબ જ સારો સિંગર છે. તેમનું સિંગર નેહા કક્કર સાથે અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. બંનેના બ્રેકઅપના પણ સમાચાર આવ્યાં હતાં.

નેહા કક્કરે હિમાંશ પર ઘણાં બ્લેમ કર્યાં હતાં. તે નેશનલ ટીવી પર રડી હતી. સોશિયલ મીડિયા પર તેમણે ઘણી પોસ્ટ કરી હતી. હિમાંશે પણ આ વાત પર સ્પષ્ટતાં કરી હતી.

You cannot copy content of this page