Only Gujarat

Sports

IPLમાં રમતો આ ક્રિકેટર છે સાવ છોકરડો પણ આજકાલ બોલિવૂડ એક્ટ્રેસ સાથે ચલાવી રહ્યો છે ચક્કર

આઈપીએલ 2020માં 25 સપ્ટેમ્બરે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્લી કેપિલ્સ વચ્ચે મેચ રમવામાં આવી. દિલ્લી કેપિટલેસ્ આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 44 રનથી હરાવ્યું. આ મેચના હીરો રહ્યા દિલ્લી કેપિટલ્સના યુવા બેટ્સમેન પૃથ્વી શૉ. જેણે 43 બૉલમાં 64 રન બનાવ્યા. જેના કારણે તેને મેન ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. આ મેચનો હીરો પૃથ્વી શૉ રિયલ લાઈફમાં કોઈ બીજાનો હીરો છે. કેટલાક સમય પહેલા તેની અભિનેત્રી પ્રાચી સિંહ સાથે અફેરની ચર્ચાઓ સામે આવી હતી. ઘણીવાર બંને સોશિયલ મીડિયા પર એકબીજા પર ફ્લર્ટ કરતા દેખાયા છે, જે બાદ આ અફવાઓએ જોર પકડ્યું છે.

પૃથ્વી શૉ ભારતના ઉભરતા ખેલાડી છે. 18 વર્ષની ઉંમરમાં જ તેણે ટેસ્ટ ડેબ્યૂ શાનદાર શતક સાથે કર્યું હતું. શૉને ટીમ ઈન્ડિયાનો આગામી સુપર સ્ટાર માનવામાં આવે છે અને તેની તુલના સચિન અને બ્રાયન લારા સહિતના દિગ્ગજો સાથે કરવામાં આવે છે.

પૃથ્વી શૉ ભારતના ઉભરતા ખેલાડી છે. 18 વર્ષની ઉંમરમાં જ તેણે ટેસ્ટ ડેબ્યૂ શાનદાર શતક સાથે કર્યું હતું. શૉને ટીમ ઈન્ડિયાનો આગામી સુપર સ્ટાર માનવામાં આવે છે અને તેની તુલના સચિન અને બ્રાયન લારા સહિતના દિગ્ગજો સાથે કરવામાં આવે છે.

હાલમાં જ પૃથ્વી શૉ પોતાની લેડી લવને લઈને ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પૃથ્વી એક અભિનેત્રીને ડેટ કરી રહ્યા છે.

આમ તો આ કોઈ પહેલી વાર નથી. વર્ષોથી બોલીવુડ અને ક્રિકેટરો વચ્ચે જૂનો નાતો છે. અનેક અભિનેત્રી અને ક્રિકેટર્સે લગ્ન પણ કર્યા છે.

છેલ્લા કેટલાક સમયથી શૉના ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રી પ્રાચી સિંહ ખૂબ જ કમેન્ટ્સ કરી રહી છે. બંને એકબીજા સાથે ખૂબ જ વાતો કરી રહ્યા છે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે કાંઈક તો ખિચડી રંધાઈ રહી છે.

હાલમાં જ પૃથ્વી શૉએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેના પર પ્રાચીએ કમેન્ટ કરી હતી કે, તેના સ્મિતની ખૂબ જ યાદ આવી રહી છે. પૃથ્વીએ આ કમેન્ટ પર શરમાતી ઈમોજી પણ મોકલી.

આ માત્ર એક જ પોસ્ટ એવી નથી. પૃથ્વીની દરેક પોસ્ટને પ્રાચી લાઈક અને કમેન્ટ કરે છે. બંને વચ્ચે કમેન્ટમાં જ વાતો થઈ જાય છે. જણાવી દઈએ કે પ્રાચી સિંહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી છે અને કલર્સ પર આવતી ડેઈલી સોપ ઉડાનમાં ભૂમિકા નિભાવી રહી છે. તે મૉડેલ અને ડાન્સર છે. પ્રાચી ગજબનો બેલે ડાન્સ પણ કરે છે.

You cannot copy content of this page