Only Gujarat

National

સ્કોર્પિયો કાર લઈને આવે છે વૉર્ડ બૉયની નોકરી કરવા, જાતે ઝાડુ મારી કરે છે તમામ સફાઈ

કેટલાક મહિના પહેલા સુધી 35 વર્ષિય સુભાષ ગાયકવાડ એક સિક્યોરિટી એજન્સીમાં બિઝનેસ પાર્ટનર બનીને દર મહિને લગભગ 60 હજાર કમાતા હતા. હવે તે, હૉસ્પિટલમાં વૉર્ડ બૉય બનીને માત્ર 16 હજાર કમાણી કરે છે. પરંતુ તેમણે પોતાની મરજીથી પોતાનું પહેલાનું કામ છોડી દીધું. થયું એવું કે, ગાયકવાડને થોડા સમય પહેલા કોરોના થયો હતો. આ બીમારીથી સાજા થયા બાદ તેઓ દર્દીઓની સેવા કરવા માંગતા હતા. ખાસ કરીને એવા જેઓ કોરોના વાયરસથી પ્રભાવિત છે. વેપારી સુભાષ ગાયકવાડે હોમ આઈસોલેશન ખતમ થયા બાદ પીસીએમસી સંચાલિત હૉસ્પિટલની જાહેરાત જોઈ. ગાયકવાડે કહ્યું કે, તે તરત જ ભોસરી હૉસ્પિટલ ગયો અને મારું આવેદન આપ્યું. મને આગલા દિવસથી જ જૉઈન કરવાનું કહ્યું.

ગાયકવાડ વૉર્ડબૉયની નોકરી કરવા માટે પોતાની સ્કોર્પિયોથી આવે છે, જેના કારણે લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાય છે. પરંતુ તે પોતાના કામથી પણ લોકોનું દિલ જીતી લે છે કે તેણે વધુ પૈસા વાળી નોકરી છોડીને પોતાને દર્દીઓની સેવામાં લગાવી દીધા છે. તેમના પત્ની પણ ભોસરી હૉસ્પિટલમાં નર્સ છે.

ગાયકવાડ કહે છે કે હું એક ડર બાદ જીવતો બચ્યો છું. જો તમે જીવતા નહીં રહો તો પૈસાનો કોઈ જ અર્થ નથી. ભગવાને મને એક મોકો આપ્યો છે. મેડિકલ બિરાદરીએ મને એક નવું જીવન આપ્યું છે. જેને હું રોગીઓની સેવામાં લગાવવા માંગું છું. પિંપરી-ચિંચવાડના ઈંદ્રાયણી નગર વિસ્તારમાં સ્પાઈન રોડ પર રહેતા, ગાયકવાડનો જૂનમાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

જે બાદ તેમને વાઈસીએમએચ હૉસ્પિટલના આઈસીયૂમાં ભરતી કરાવવામાં આવ્યા. ગાયકવાડ કહે છે કે, હું એટલો ડરી ગયો હતો કે, મે મારી પત્નીને સંદેશ મોકલ્યો કે મને નથી લાગતું કે હું બચીશ. જો કે, પાંચ દિવસ બાદ તેઓ સાજા થઈ ગયા. જે બાદ તે પાંચ દિવસ જનરલ વૉર્ડમાં રહ્યા. ગાયકવાડે કહ્યું કે, મારી પત્ની મારો સૌથી મોટો સહારો હતો.

તેમની પત્નીને પણ કોરોના થયો, જે બાદ તે હોમ ક્વૉરન્ટાઈન થયા. હૉસ્પિટલમાં નોકરી વિશે તેમણે કહ્યું કે, પહેલા દિવસે તેમને જમીન સાફ કરવાનું કહેવામાં આવ્યું હતું. હૉસ્પિટલમાં દર્દીનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે મે એ કામ પુરી ઈમાનદારીથી કર્યું. ગાયકવાડે કહ્યું કે, મે એ વિભાગમાં એક મહીના સુધી કામ કર્યું, હવે મારી બીજા વિભાગમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

મને જે પણ કહેવામાં આવે છે, જમીન સાફ કરવી, ટેબલ પર પડેલી ફાઈલ્સને સાફ કરવી, કચરો સાફ કરવો, હું તે કરું છું. પીસીએમસીના એડિશનલ કમિશનર સંતોષ પાટિલે કહ્યું કે ગાયકવાડનો હેતુ સામાજિક કાર્ય કરવાનો છે ખાસ કરીને કોરોનાથી પીડિત રોગીઓની સેવા કરવાનું કારણ કે તેઓ પોતે ખરાબ તબક્કામાંથી પસાર થઈ ચુક્યા છે. તે પોતાનું કામ ઈમાનદારી, સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે કરી રહ્યા છે.

 

You cannot copy content of this page