Only Gujarat

Bollywood

સની લિયોનીના લક્ઝરી કાર કલેક્શનમાં સામેલ થઈ નવી કાર, કિંમત છે કરોડોમાં

લાગે છે કે બોલીવુડ અભિનેત્રી સની લિયોનીને Maserati Cars ખૂબ જ પસંદ છે. એટલે તેણે હવે વધુ એક વૈભવશાળી Maserati Car ખરીદી છે. હાલ તે અમેરિકાના લૉસ એંજિલિસમાં રહે છે અને ત્યાં જ તેણે સફેદ રંગની Maserati Ghibli કાર ખરીદી છે.

ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા તેણે લખ્યું કે, અમે કાલે જ આ બીસ્ટને ઘરે લઈને આવ્યા. જ્યારે પણ આ કાર ચલાવું છું તો મને ખુશી થાય છે. આ સાથે તેણે Maseratiના ઑફિશિયલ અકાઉન્ટને મેન્શન કર્યું છે. ફોટો પર ધ્યાન દઈએ તો સની પોતાની નવી ગાડી સાથે ઉભી છે. તેને ગાડીના કલર સાથે મેચ કરતું સફેદ ટૉપ પહેર્યું છે. નવી ગાડીની ખુશી તેને ચહેરા પર સાફ દેખાય છે.

Maserati Ghibliની વાત કરીએ તો આ એક ઈટાલિયન સ્પોર્ટ્સ અને લક્ઝરી કાર છે. તે Maserati Quattroporteથી નીચે આવે છે. Quattroporteની સરખામણીમાં Ghibli નાની છે અને તેની ડિઝાઈન કપલને લાયક છે. તેમાં વી6 એન્જિન છે. જ્યારે Quattroporteમાં વી8 એન્જિન હોય છે. Ghibliનું ઈન્ટિરિયર સારું છે. જેમાં ચાર સીટ છે અને ચાર દરવાજા પણ.

Maserati Ghibliની કિંમત 80 હજાર યૂએસ ડૉલર એટલે કે લગભગ 59 લાખ રૂપિયા છે. ભારતમાં તેનો ભાવ 1 કરોડ 31 લાખથી શરૂ થાય છે. કારણ કે તેને આયાત કરવાનો ખર્ચ ઘણો વધારે છે. આ સનીની ત્રીજી કાર છે. આ પહેલા પણ તેની પાસે બે Maserati કાર્સ છે. એમાંથી એક Maserati Ghibli જ છે. તે એક લિમિટેડ એડિશન કાર છે, જેને સનીએ 2017માં ખરીદી હતી. તો બીજી Quattroporte છે, જેને 2014માં તેણે ખરીદી હતી.

સનીની લિમિટેડ એડિશન Ghibli કાર લૉસ એંજિસલિસ વાળા ઘરે છે તો Quattroporte મુંબઈ વાળા ઘરે છે. તેને આ ગાડીઓ એટલી પસંદ છે કે તેને અલગ-અલગ વર્ઝન અને કલરમાં ખરીદી છે. સનીએ પોતાને કહ્યું કે, આ કાર ચલાવીને તેને ખુશી મળે છે. જણાવી દઈએ કે સની હાલ પોતાના સમયને માણી રહી છે, તે લૉસ એન્જલિસમાં પોતાના પરિવાર સાથે સારો સમય વિતાવી રહી છે. સાથે જ પોતાના બાળકો કાંઈક નવું શિખવવામાં પણ લાગી છે.

You cannot copy content of this page