અમદાવાદઃ કાકડી રેતાળ જમીનમાં ઉગે છે પરંતુ તેમાં ભરપૂર પાણી હોય છે. ગરમીથી બચવા માટે અથવા તો સલાડમાં કાકડીનો ભરપૂર ઉપયોગ થાય છે. માત્ર ઉનાળામાં જ નહીં શિયાળામાં પણ કાકડી એટલી જ ફાયદાકારક છે. વજન ઉતારવા માટે કાકડી બેસ્ટ ઓપ્શન છે. કાકડી ખાવાથી પેટ ભેરલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ઉનાળામાં ગરમી વધુ હોવાથી આપણે પેટભરીને જમી શકતા નથી, આ સમયે કાકડી-ટામેટા જેવા સલાડ વધુ ફાયદાકારક રહે છે. જોકે, કાકડી ખાધા બાદ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો આ વાતનું ધ્યાન ના રાખવામાં આવે તો તે શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે આપણે જાણીશું કે કાકડી કે પછી અન્ય સલાડ ખાધા બાદ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ.
રિપોર્ટ્સ પ્રમાણે, કાકડી ખાધા બાદ પાણી પીવું ખતરનાક છે. કહેવાય છે કે પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝ્મ ખરાબ થઈ જાય છે અને અપચાની તકલીફ રહે છે.
કાકડીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા હોય છે. આ સાથે જ તેમાં 95 ટકા માત્રામાં પાણી રહેલું હોય છે. ગરમીમાં રોજ કાકડી ખાવાથી પાણીની ઉણપ દૂર થાય છે. આ ઉપરાંત કાકડીમાં પોટેશિયમ, વિટામિન સી, કોપર, સિલિકા તથા મેગ્નેશિયમ રહેલું હોય છે. જો કાકડી ખાધા બાદ પાણી પીવામાં આવે તો કાકડીમાં રહેલા પોષક તત્વોનો કોઈ ફાયદો થતો નથી.
જોકે, માત્ર કાકડી જ નહીં કોઈ પણ સલાડ ખાધા બાદ તરત જ પાણી પીવું જોઈએ નહીં. આમ કરવાથી શરીર સલાડના પોષક તત્વો શોષી શકતું નથી.
તરત પાણી પીવાથી તે ઝેર જેવું કામ કરે છે. કાકડી ખાધા બાદ તરત પાણી પીવાથી બોડીમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઝડપથી વધે છે, જેને કારણે શરીરમાં પાચનક્રિયા તથા અબ્સોર્બ કરવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. આવી પરિસ્થિતિમાં આંતરડા ઝડપથી કામ કરે છે. આ જ કારણથી બોડીને સામાન્ય રીતે કામ કરવામાં તકલીફ પડે છે.