Only Gujarat

International

આ 29 માળની વિચિત્ર બિલ્ડીંગમાં એકપણ નથી વીન્ડો, જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

29 floor unique building was built in new york city USA: દુનિયા વિચિત્ર વસ્તુઓથી ભરેલી છે. આમાંથી કેટલીક વસ્તુઓ મનુષ્ય દ્વારા બનાવવામાં આવી છે, જ્યારે કેટલીક વસ્તુઓ કુદરતી છે. માનવીએ ઘણી એવી વસ્તુઓ બનાવી છે જે આખી દુનિયાને ચોંકાવી દે છે. દુબઈમાં બનેલી દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા કોઈ અજાયબીથી ઓછી નથી. દુનિયાભરમાં ઘણી આશ્ચર્યજનક ઇમારતો બનાવવામાં આવી છે, જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. અત્યારે સોશિયલ મીડિયામાં એક બિલ્ડિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો એક વિચિત્ર બિલ્ડિંગનો છે જેમાં એક પણ વિન્ડો નથી બનાવેલી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બિલ્ડિંગ 29 માળની ઊંચી બિલ્ડિંગ છે. તેમ છતાં બિલ્ડિંગમાં એક પણ વિન્ડો બનાવવામાં નથી આવી.

બિલ્ડિંગમાં એક પણ વિન્ડો બનેલી ન હોવી લોકો વચ્ચે આશ્ચર્યનો વિષય બનેલો છે. કેટલાક લોકો તો આ બિલ્ડિંગને ભૂતિયા બિલ્ડિંગ પણ કહી રહ્યા છે. તેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ બિલ્ડિંગ લોકોને વિચારવા પર મજબૂર કરી રહી છે કે આખરે લોકો તેને વેમ્પાયર્સ બિલ્ડિંગ શા માટે કહી રહ્યા છે. આ એક અંધારી બિલ્ડિંગ છે. જેમાં સૂર્યનો પ્રકાશ પણ પ્રવેશી નથી શકતો. વીડિયોમાં દેખાતી આ ઈમારત પણ આવી જ છે.

આ કોઈ નાની ઈમારત નથી પણ 29 માળની ઈમારત છે, જેમાં ક્યાંય બારીઓ દેખાતી નથી. આવી સ્થિતિમાં લોકોને આશ્ચર્ય થાય છે કે આ ઉંચી ઈમારતમાં કોણ રહેતું હશે. લોકોએ મજાકમાં કહેવાનું શરૂ કર્યું છે કે આ બિલ્ડિંગમાં વેમ્પાયર્સ રહેતા હોવા જોઈએ. ફિલ્મોમાં પણ આવી જ કેટલીક ઇમારતો બતાવવામાં આવી છે, જે વેમ્પાયર્સનું ઘર હોય છે.

ઉલ્લેખનીય છે કે, આ 29 માળની બિલ્ડિંગ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલી છે. આ અનોખી ઈમારતની વિશેષતા એ છે કે, તેમાં કોઈ બારી નથી, પણ વિચારવા જેવી વાત એ છે કે અહીં લોકો કેવી રીતે રહેતા હશે? આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @NoCapFights નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 76 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 6 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કરીને અલગ-અલગ કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘મને લાગે છે કે આ ફેડરલ જેલ છે. શિકાગો શહેરમાં પણ આવી જ એક બિલ્ડિંગ છે, જ્યારે અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું, ‘હું માનું છું કે આ ‘મેન ઇન બ્લેક’નું હેડક્વાર્ટર છે.

You cannot copy content of this page