Only Gujarat

FEATURED Religion

શુક્ર દેવ બદલશે રાશિ અને આ છ જાતકોના જીવનમાં બસ પૈસા જ પૈસા..!

અમદાવાદઃ ભૌતિક સુખ-સુવિધાઓના કારક શુક્ર દેવ પોતાની સ્વરાશિ તુલામાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર દેવ 11 ડિસેમ્બરના રોજ આવશે. તે આવતા વર્ષે ચાર જાન્યુઆરી સુધી આ જ રાશિમાં રહેશે. શુક્રને પ્રેમ તથા રોમાન્સની બાબતમાં ઘણો જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શુક્રનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કેટલીક રાશિ માટે ઘણું જ શુભ હશે.

મેષઃ પ્રેમજીવનમાં પ્રગતિ થશે. લવ પાર્ટનર તમને વધારે પ્રેમાળ લાગશે. તો તમારા દાંપત્ય જીવનમાં ખુશી વધશે. આ સમયમાં તમે નવું વાહન કે પ્રોપર્ટી ખરીદો તેવી શક્યતા છે. તમારો આર્થિક પક્ષ પણ મજબૂત બનશે. અચાનક ધન પ્રાપ્તિના યોગ છે.

કર્કઃ શુક્રના ગોચરથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આ સમયે તમે સારા નિર્ણય લેશો. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં વૃદ્ધિ થશે. પ્રેમ-રોમાન્સમાં વધારો થશે. લવ પાર્ટનર તમારાથી ખુશ થશે. સંતાનથી લાભ થશે. ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને સારા પરિણામો મળી શકે છે.

કન્યાઃ શુક્રના ગોચરથી તમને અનેક પ્રકારના લાભ મળી શકે છે. આ સમયમાં તમારા અટકાયેલા કામો પૂરા થઈ કે છે. તમારા પ્રયાસો સફળ થશે. આ સમયમાં ધન પ્રાપ્તિ માટે વધુ મહેનત કરશો. તમારો અથાગ પરિશ્રમ રંગ લાવશે. ભાઈ-બહેન કોઈ યાત્રા પર જઈ શકે છે.

તુલાઃ આ સમયમાં તમે ધનની બચ કરવામાં સફળ થશો. પરિવારની આર્થિત પ્રગતિ થશે અને ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશએ. ધન સાથે જોડાયેલી તમારી ઈચ્છા પૂરી થશે. ધન પ્રાપ્તિ માટે નવા સ્ત્રોત મળશે. તમને પરિવારનું સુખ મળશે. તમારી વાતોથી અન્યને પ્રભાવિત કરવામાં સફળ રહેશો.

મકરઃ શુક્રના ગોચરથી તમને લાભ થશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આ ગોચરથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અચાનક તમારી આવકમાં વધારો થશે. આ સમયમાં તમારી મહત્વકાંક્ષા પૂરી થશે. ગોચરના શુભ પ્રભાવથી તમને કોઈ ઉપલબ્ધિ હાસિલ કરી શકશો.

મીનઃ શુક્રનું રાશિ પરિવર્તન મીન રાશિના જાતકો માટે આર્થિક રૂપથી લાભદાયી થશે. આ સમયે તમને ક્યાંકથી ધન પ્રાપ્ત થશે. ભાઈ-બહેન તમારી આજ્ઞાનું પાલન કરશે. જોકે, તમારું દાંપત્ય જીવન થોડું પ્રભાવિત થશે. આથી તમે થોડાં માનસિક રીતે હેરાન થશો. પિતાની તબિયતનું ધ્યાન રાખજો.

You cannot copy content of this page