અમદાવાદઃ અંગ્રેજી મહિનાનો પાંચમો મહિનો મે શરૂ થઈ ગયો છે. જ્યોતિષ ગણતરી અનુસાર, મે મહિનામાં ઘણા ગ્રહોની સ્થિતિ બદલાશે. કેટલાક ગ્રહ એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરશે, તો કેટલાક ગ્રહો વક્રી થઈ જશે. મે મહિનામાં ત્રણ મોટા ગ્રહ ગુરૂ, શુક્ર અને શનિ વક્રી થશે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ મે મહિનામાં ગ્રહોનું પરિવર્તન અને તેની શુભ-અશુભ અસર.
સૂર્ય- સૂર્યનું રાશિ પરિવર્તન સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે એક મહિનાનો સમય લે છે. 14 મેએ સૂર્ય મેષથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
ચંદ્ર – ચંદ્ર લગભગ અઢી દિવસમાં પોતાની રાશિ બદલે છે. જ્યોતિષમાં ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે.
મંગળ – પૃથ્વી પુત્ર મંગળ 4 મેએ પોતાની ઉચ્ચ રાશિ મકરમાંથી કુંભમાં જશે.
બુધ – બુધ એક મહિનામાં બે વાર રાશિ બદલે છે. 9 મેએ બુધ ગ્રહ મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં જશે. ત્યારબાદ 24 મેએ વૃષભ રાશિથી મિથુનનમાં ગોચર થશે.
ગુરૂ – ગુરૂ એક વર્ષે પોતાની રાશિ બદલે છે. અત્યારે ગુરૂ મકર રાશિમાં ગોચર છે. 14 મેએ ગુરૂ વક્રી થશે.
શુક્ર – શુક્ર ગ્રહને ઐશ્વર્ય અને સંપન્નતાનો ગ્રહ માનવામાં આવે છે. શુક્ર અત્યારે વૃષભ રાશિમાં છે. શુક્ર પણ 13 મેના રોજ વક્રી થશે.
શનિ – ન્યાયનો કારક ગ્રહ શનિ અત્યારે મકર રાશિમાં છે, શનિ ખૂબજ ધીમી ચાલે ચાલનાર ગ્રહ છે. તેને રાશિ બદલવામાં લગભગ અઢી વર્ષ લાગી જાય છે. શનિ પણ ગુરૂ અને શુક્રની જેમ 11 મેએ વક્રી થઈ જશે.
રાહુ-કેતુ – રાહુ મિથુનમાં અને કેતુ ધન રાશિમાં છે.
બધી જ 12 રાશિઓ પર અસર
શુભ અસર: મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિઓને આ મહિનો શુભ ફળ આપશે.
અશુભ અસર: તુલા, વૃશ્ચિક, સિંહ અને ધન રાશિના જાતકો માટે આ સમય મુશ્કેલીઓ વાળો છે.
મિશ્ર અસર: કન્યા, મકર, કુંભ અને મીન રાશિઓ પર મિક્સ અસર જોવા મળશે.