Only Gujarat

FEATURED National

વિકાસ દુબેએ સનીપાજીની આ ફિલ્મ જોઈ હતી 100થી વધુ વાર ને બની ગયો હતો ખૂંખાર ગેંગસ્ટર

કાનપુરઃ ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવારે (10 જુલાઈ) એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો. તેની ઉજ્જૈનથી ધરપકડ થઈ હતી. વિકાસ પર આરોપ હતો કે 2 જુલાઈની રાત્રે તેણે 8 પોલીસકર્મીઓને બેરહેમીથી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ પોલીસકર્મીઓ તેની ધરપકડ કરવા આવ્યા હતા. વિકાસ દુબે છેલ્લા અઠવાડિયાથી દેશ અને વિદેશના મીડિયામાં છવાયેલો રહ્યો. ગુનાથી લઈને એન્કાઉન્ટર સુધી તેના તમામ પાસા ફિલ્મી રહ્યા. કહેવામાં આવી રહ્યું છે કે તેને સની દેઓલની એક ફિલ્મ ખૂબ જ પસંદ હતી.

નજીકના લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે, તેણે સની દેઓલની ફિલ્મ ‘અર્જુન પંડિત’ 100 વાર જોઈ હતી. પોતાને અભિનેતાની જગ્યાએ ફિટ કરીને જિંદગીના સીન રીપિટ કર્યા. અપરાધ બાદ તેનું ફરાર થવું અને સરેન્ડર બધુ ફિલ્મી અંદાજમાં થયું.

બાળપણમાં વિકાસ કાનપુરના કાકાદેવ, શાસ્ત્રીનગર અને ગીતાનગરમાં મોટો થયો. જે બાદ 1999માં તેણે અપરાધની દુનિયામાં પગ રાખ્યા તો એ સમયે તેણે રિલીઝ થયેલી ફિલ્મ ‘અર્જુન પંડિત’ જોઈ. ફિલ્મમાં સની દેઓલ સાથે દગો થયા બાદ તે ગેંગસ્ટર બને છે.

એવી જ રીતે વિકાસે પોતાની જિંદગી સાથે ફિલ્મને જોડતા ગેંગસ્ટર બનવાની દિશામાં પગ માંડ્યા. તેણે પોલીસ, પ્રશાસન અને દબંગો વચ્ચે પોતાને ‘અર્જુન પંડિત’ તરીકે રજૂ કર્યો. વિકાસ દુબેનો બિલ્હોર, ચૌબેપુર, શિવલીથી લઈને કન્નૌજ સુધી સીમા પર ખૂબ જ સિક્કો ચાલ્યો. તે ગ્રામ્ય વિસ્તારના યુવાનોને નોકરીઓ અપાવીને મસીહાની ભૂમિકામાં આવી ગયો. તેનો ફાયદો તેને ચૂંટણીઓમાં મળ્યો.

નજીકના લોકોના પ્રમાણે, એટલે સુધી કે વિકાસ બિકરૂ ગામમાં પોતાની અદાલત લગાવતો હતો. જેમાં તે જમીન, એકબીજા સાથેના ઝઘડા સહિતના મામલાનું સમાધાન કરાવતો હતો. અહીં તે પોતે જ સજા પણ સંભળાવતો હતો.વિકાસ દુબેએ અપરાધના દરેક કામમાં હાથ નાખ્યો. તે પહેલા ગેરકાયદે જમીનોનો ધંધો, નેપાળથી ગેરકાયદે સામાનની તસ્કરી અને પછી શરાબ અને ખનન માફિયાના સંપર્કમાં આવીને મદદગાર બન્યો.

ભાગવાનો પ્રયાસ કરતા થયો ઠાર: વિકાસની ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હતી. તેને રોડમાર્ગે ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. કાનપુર પહેલા એસટીએફની કારનો અકસ્માત થયો, જેમાં તે સવાર હતો. જે બાદ વિકાસે બંદૂક છીનવીને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો. જવાબી કાર્રવાઈમાં વિકાસ ઠાર મરાયો. તેના પર પાંચ લાખનું ઈનામ હતું.

You cannot copy content of this page