Only Gujarat

Gujarat

વડોદરમાં કારમાં દારૂ એ રીતે છુપાવ્યો કે તમે પણ માંથુ ખંજવાડતા રહી જશો!

વડોદરા જિલ્લા એલસીબી પોલીસે કરજણ ટોલનાકે બાતમી આધારે કારની વોચમાં હતાં તે દરમિયાન બાતમી પ્રમાણે કાર આવતાં પોલીસે કારને રોકી તો કારમાં ત્રણ પુરુષ એક મહિલા અને જ્યારે એક કુતરું હતું જેથી પોલીસ વિચારમાં પડી ગઈ હતી. પરંતુ કારની ઝીણવટ ભરી તપાસ કરતાં કારના બોનેટમાં એન્જિન પાસે વિદેશી દારૂની બોટલો મુકી હતી. તેમજ ડિકીમાં પણ ચોરખાનું બનાવી એમાં પણ વિદેશી દારૂની બોટલો મુકી હતી. આ જોઈને પોલીસ પણ બે ઘડી તો વિચારમાં પડી ગઈ હતી.

વડોદરા જિલ્લા એલસીબી પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ કરજણ નેશનલ હવે 48 પર આવેલ ટોલનાકા પર બાતમીના આધારે કારની વોચમાં હતા તે દરમિયાન દમણ તરફથી બાતમી વાળી કાર આવતા તેને રોકતા કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં કૂતરું હતું.

ડ્રાઈવર સીટ પર શ્યામસુંદર મીઠુંલાલ શર્મા રહે બી 53 હરીદર્શન સોસાયટી કઠવાડા રોડ એલવી હોસ્પિટલ અમદાવાદ પાછળની સીટ પર ધર્મેન્દ્રસિંહ રામકુમારસિંહ ભદોરીયા રહે બી 505 બાપાશ્રીપાર્ક નવા નરોડા અમદાવાદ, હરગોવિંદ રામદાસ પંચાલ રહે 325 સેક્ટર 4 નીર્ણયનગર ચાંદલોડિયા અમદાવાદ, દિપ્તીબેન મુકેશભાઈ વ્યાસ રહે ઉમાકોલોની વાઘોડિયા રોડ, વડોદરા બેસેલ હતા.

જેથી પોલીસે તમામને નીચે ઉતારી કારની ઝીણવટ ભરી તલાશી લેતા કારના બોનેટમાં એન્જિન પાસે અને ડિકીમાં ચોરખાનું બનવી એમા વિદેશી દારૂની 57 નંગ બોટલો 44,000 કારની કિંમત 7,00,005 નંગ મોબાઇલ 21, 000 આમ કુલ મળીને પોલીસે 7,65,000ના મુદ્દામાલ સાથે એક મહિલા અને ત્રણ પુરુષ સહિત ચાર સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસની આંખોમા ધૂળ નાખવા કારમાં કૂતરું અને અન્ય ઈસમો બેસાડી વિદેશી દારૂની વહન કરતા પોલીસે ઝડપી પાડ્યા.

You cannot copy content of this page