Only Gujarat

Religion

દિવસમાં 14 કલાક સુધી દરિયામાં ડૂબેલું રહે છે ગુજરાતનું આ મંદિર, પાંડવોના તપથી મહાદેવ થયા હતા પ્રગટ

અરબી સમુદ્રમાં આવેલું આવું જ એક અનોખું મંદિર એટલે ગુજરાતના ભાવનગરમાં કોળીયક પાસે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિષે ઓછું જાણતા હશે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લઈ છે.

મહત્વનું છે કે ભાદરવી અમાસે આ સ્થળે પ્રતિ વર્ષ શ્રાવણના અંતિમ દિવસે ભાદરવી લોક મેળો ભરાય છે. આ દિવસે સમુદ્ર સ્નાન કરવાનું અનેરું મહત્વ હોઈ છે. આ દિવસે મંદિર પર ધજા રાજવી પરિવાર દ્વારા ચઢાવવામાં આવે છે. અમાસના દિવસે સમુદ્ર સ્નાન તેમ જ અસ્થિ પધરાવવાનું વિશેષ મહત્વ છે. ભાવનગરથી 30 કિલોમીટર દૂર આવેલું કોળિયાક ગામ અને અહીં સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવના દર્શન કરવો એક લ્હાવો છે.

આ શિવલિંગ પર દિવસમાં બે વખત સમુદ્રના જળથી જળાભિષેક કરવામાં આવે છે અને દિવસમાં બે વખત ઓટના સમયે લોકો અહીં દરિયામાં 1.5 કિલોમીટર ચાલીને દર્શન કરવા આવે છે. અહીં દરિયા કિનારે અનેક શિવ મંદિરો અને દેવીઓના મંદિર આવેલા છે જેમાં સૌથી પ્રાચીન મંદિર નિષ્કલંક મહાદેવનું મંદિર માનવામાં આવે છે.

નિષ્કલંક એટલે કે નિષ-કલંક. જ્યાં કોઈ જ કલંક નથી તે જગ્યા. આ મંદિરની કથા મહાભારતનાં સમયની હોવાનું માનવામાં આવે છે. અહીં મહાભારત યુગમાં પાંડવોએ સમુદ્ર મધ્યમા શિવલિંગની સ્થાપના કરી અને સ્નાન કરવાથી નિષ્કલંક થયાની લોકવાયકા છે. કુરુક્ષેત્રનાં યુદ્ધની પૂર્ણાહુતિ બાદ પાંડવો તેમના સેંકડો સબંધીઓના મૃત્યુ બદલ પોતાને અપરાધી માની રહ્યા હતા અને એમને શ્રીકૃષ્ણ પાસે ક્ષમા માંગી. એ સમયે શ્રીકૃષ્ણએ એમને એક કાળી ધજા આપીને કહ્યું કે જ્યાં આ કાળી ધજા સફેદ થઈ જાય ત્યાં મહાદેવની તપસ્યા કરજો. પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા પાંડવો કોળિયાક ભૂમિ પર આવી પંહોચ્યાં અને ત્યાં તપસ્યા કરી.

અંતે શિવ એમના તપથી ખુશ થયા અને મહાદેવ પાંચ શિવલિંગ તરીકે ત્યાં પ્રગટ થયા હતા. ત્યારે પાંચ શિવલિંગની સ્થાપના થઈ અને નિષ્કલંક મહાદેવ મંદિર અસ્તિત્વમાં આવ્યું. આજે આ શિવલિંગ નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે.

14 કલાક સુધી સમુદ્રના પાણીમાં ડૂબેલું રહે છે આ મંદિર

સમુદ્રની મધ્યે આવેલું હોવાથી નિષ્કલંક મહાદેવનાં દર્શન દરરોજ કોઈ ચોક્કસ સમય પૂરતાં જ મર્યાદિત બની જાય છે. દર્શનનો સમય સંપૂર્ણપણે ભરતી-ઓટ પર આધારિત છે અને ભરતી-ઓટ હિન્દુ મહિનાઓની તિથી અનુસાર બદલાય છે. પૂનમ તેમજ અમાસે ભરતી તેમજ ઓટ સવિશેષ જોવા મળે છે. દિવસના 24 કલાકમાં લગભગ 14 કલાક આ મંદિર દરિયામાં રહે છે.

You cannot copy content of this page