Only Gujarat

Religion

આઠમા દિવસે ‘માં મહાગૌરી’ની કોને મળશે કૃપા અને કોને રાખવી સાવધાની? વાંચો રાશિફળ

રાશિફળ: 24-10-2020: આઠમા દિવસે “માં મહાગૌરી” ની કૃપા કોને મળશે તો કોને રાખવી સાવધાની! 

નવરાત્રિના આઠમા દિવસેમાં નવદુર્ગાના આઠમા સ્વરૂપ માં “મહાગૌરી” નું પૂજન અર્ચન થાય છે કે જેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર છે અને જેમને ચાર ભુજાઓ છે તેમનું વાહન મૂષક છે જેમને સફેદ વસ્ત્રનું અલંકાર ધારણ કર્યા છે અને જે શાંત અને મંદ હાસ્ય કરી હંમેશા શાંતિ પ્રદાન કરનારા હોય છે. તેમની પૂજાથી આજે નીચે આપેલા “માં મહાગૌરી” ના મંત્ર જાપ અને તેમની પૂજા કરવાથી મનુષ્ય ને કરેલા પાપ નષ્ટ થઈ જાય છે તેમજ સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.

મેષઃ આજે આર્થિક પ્રશ્નોમાં આતુરતાનો અંત આવતો જણાય સાથે જ કાર્યક્ષેત્રમાં આગવું સ્થાન જણાય તેમજ તેના પ્રશ્નોનું નિરાકરણ જણાય, પારિવારિક કલેસ ટાળવો, જમીન-મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર અંગેની ચિંતા હળવી થતી જણાય તેમજ પોઝેટીવ વિચારો રાખવા.
  • પરિવાર: ભાઈ – બહેનના સંબંધ માં મધુરતા જણાય, વિવાદ ટાળવો.
  • નાણાકીય: મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં વિશેષ લાભ જણાય.
  • સ્વાસ્થ્ય: બીમારીનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ महागौर्यै नमः

વૃષભઃ આજે પારિવારિક પ્રશ્નોની અંદર ના કહેવાય અને ના સહેવાય તેવી સ્થિતિ જણાય, એકાએક આવી પડેલો સામાજિક પ્રશ્ન આપને બેચેન કરી શકે છે, અશાંતિના વાદળો વિખરતા જણાય, જમીન સાથે સંકળાયેલા વ્યક્તિઓ ને વિશેષ તક જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાના મનની વાત મૂકવામાં વિલંબ કરવો નહીં તેમજ જવાબદારીમાં વધારો જણાય.
  • પરિવાર: દાંપત્યજીવનનાં પ્રશ્નો ઉદ્દભવે, મિત્રો-સ્નેહીજનથી વિવાદ ટાળવો.
  • નાણાકીય: નાણાકીય સાહસમાં પત્નિની સલાહ અવશ્ય લેવી, જૂના રોકાણથી ફાયદો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રયત્નોનું ફળ મળતુ જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ અંગેના પ્રશ્નો થી વધારે ચિંતિત રહો.
  • આજનો મંત્ર: ॐ महागौर्यै नमः

મિથુનઃ આજે કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય પરંતુ મહત્વના કામમાં ખાતર પર દીવેલ જણાય, આર્થિક કાર્યોમાં ધીરજતાથી આગળ વધવું, સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય, વિચારોને પોઝેટીવ રાખવા.

  • કાર્યક્ષેત્ર: નવા પડાવ સર કરવા પડે તેમજ સહકર્મીથી મતભેદ જણાય.
  • પરિવાર:  જીવન સાથી તરફથી સ્નેહ – સહયોગ સારો જણાય, મોસાળ પક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યના બદલાવની અવગણના ન કરવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ महागौर्यै नमः

કર્કઃ ઊજળું એટલું દૂધ નહિ સમજી નિર્ણય  લેવો હિતાવહ, ખોટા અવિચારી ખર્ચ ટાળવા હિતાવહ, કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે, પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ, દાંપત્ય જીવનનું મધુર ફળ ચાખવા મળે, વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા જળવાઈ રહેશે અને પ્રગતિકારક જોવા મળે.
  • પરિવાર: સામાજિક કાર્યો પુરા થતા જણાય તથા અંગત જીવન માં મધુરતા જળવાઈ રહેશે.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ महागौर्यै नमः

સિંહઃ આજે પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ, દાંપત્ય જીવનનું મધુર ફળ ચાખવા મળે, વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે, કાંકરે કાંકરે પાળ બંધાય તેમ સમજી ને કાર્ય કરવું હિતાવહ, સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી.

  • કાર્યક્ષેત્ર: લાભદાયક તક આવતી જણાય તેમજ પોતાની ક્ષમતા પર શંકા ના કરવી.
  • પરિવાર: કોઈ સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો રહે, સામાજિક કાર્યોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નો દૂર થતા જણાય સાથે આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: જૂનારોગ માંથી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ महागौर्यै नमः

કન્યાઃ આજે મુસાફરી ટાળવી  સાથે જ અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય, પારિવારિક અવરોધો દુર થતા જણાય, અભ્યાસ ક્ષેત્રે મહેનતની જરૂર જણાય, આજના દિવસે પોતાની વાત વિચારીને મુકવી, સત્કાર્યમાં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પ્રગતિ ખેડાય તથા કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી જોવા મળે.
  • પરિવાર: પારિવારિક સહયોગ સારો પરંતુ ગૃહજીવનની બાબતો વધુ ગુંચવાતી જણાય.
  • નાણાકીય: નાણાકીય જવાબદારીઓ વધતી જણાય અને ઉધાર – ઉછીના ના કરવા.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: જૂનારોગ માંથી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ महागौर्यै नमः

તુલાઃ આજે ધીરજના ફળ મીઠાતે ધ્યાનમાં રાખવું, નવું સાહસ વિચારી ને કરવું હિતાવહ, ખોટા અવિચારી ખર્ચ ટાળવા હિતાવહ, કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે, દાંપત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહેશે, સામાજિક માન સમ્માન વધે.

  • કાર્યક્ષેત્ર: પ્રયત્નોનું મધુર ફળ ચાખવા મળે સાથે સાનુકૂળતા જળવાઈ રહેશે.
  • પરિવાર: સ્વજનથી મિલન સંભવ, દાંપત્ય જીવનમાં ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ થાય.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રે સાનુકુળ તક મળે, સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ महागौर्यै नमः

વૃશ્રિકઃ  આજે ભાવતું હતું ને વૈદે કહ્યું તેમ જણાય તથા વિરોધીઓ સાથે સમજુતી સંભવ અને આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, જમીન-મકાન બાબતોનો ઉકેલ જણાય, સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી.

  • કાર્યક્ષેત્ર: નવીન કાર્યરચના સંભવ બને તથા આપના કાર્યોની પ્રસંશા જોવા મળે.
  • પરિવાર: પરિવાર તરફથી સહકાર મળી રહે, પિતૃપક્ષ તરફથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં વડીલવર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે અને નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: જુના રોગમાં થી રાહત જણાય.
  • આજનો મંત્ર: ॐ महागौर्यै नमः

 

ધનઃ આજે કારણવગરની ચિંતા ન કરવી હિતાવહ સાથે જ સર્જનાત્મક શક્તિઓ માં વધારો થતો જણાય અને મહત્વના કાર્યમાં પારિવારિક સહકારથી ગણેશ મંડાય, નવસર્જનના વિચારો આવે, આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા જણાય સાથે નાણાકીય સફળતા જણાય.
  • પરિવાર: બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ, માંગલિક કાર્ય આગળ વધે.
  • નાણાકીય: વારસાગત મિલકતના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જણાય, જમીનમાં રોકાણ લાભદાયી રહેશે.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયાસ કરવો.
  • આજનો મંત્ર:  ॐ महागौर्यै नमः

મકરઃ આજે આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી, સાંજનો સમય યાદગાર બની રહેશે, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા તથા ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો હિતાવહ, આર્થિક રોકાણમાં પૂર્વ આયોજન કરીને આગળ વધવું.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે સાથે જ નવી તકનું નિર્માણ થતું જણાય.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, કૌટુંબિક મતભેદનો અંત જણાય.
  • નાણાકીય: આર્થિક આયોજનો મધુર ફળ આપતા જણાય તેમજ આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય.
  • વિદ્યાર્થી વર્ગ: તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ અંગે સાચવવું.
  • આજનો મંત્ર: ॐ महागौर्यै नमः

કુંભઃ આજે પોતાના રોજિંદા કાર્યોથી કંઈક અલગ કરવાનું મન થાય તેમજ મનમાં સામાન્ય ઉચ્ચાટ જણાય, આપની મહેનતનું પૂરું ફળ જોવા મળે તેમજ વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે સાથે જ આપના મહેનતનું પૂરું ફળ જોવા મળે.

  • કાર્યક્ષેત્ર: નવા પ્રોજેક્ટ પર કાર્ય આગળ વધે સાથે જ કાર્યબોજ જોવા મળે.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, મનભેદ-મતભેદ ટાળવા.
  • નાણાકીય: આર્થિક માર્ગો માં કઠિન સમય હળવો બનતો જણાય, રોકાણ કરતા પહેલાં અનુભવીની સલાહ અવશ્ય લેવી.
  • વિદ્યાર્થી વર્ગ: સ્પર્ધાત્મક બાબતોમાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર જણાય.
  • આજનો મંત્ર: ॐ महागौर्यै नमः

મીનઃ આજે આપની આશાઓ ફળતી જણાય તેમજ નવું સાહસ વિચારી ને કરવું હિતાવહ, પડતર સમસ્યાનો ઉકેલ જણાય, પ્રવાસ-પર્યટન ટાળવા, અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય, વાણી વર્તનમાં મર્યાદા જાળવવી હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: આપના રોકાયેલા કાર્ય આગળ વધે તેમજ ઉપરી અધિકારી સાથે વિવાદ ટાળવો.
  • પરિવાર: વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય, અમુક વાતો માં આંખ આડા કાન કરવા હિતાવહ જણાય.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, આકસ્મિક ધન-લાભ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે સાનુકુળતા રહે.
  • આજનો મંત્ર:  ॐ महागौर्यै नमः
You cannot copy content of this page