Only Gujarat

Bollywood FEATURED

Divyanka Tripathi Photos: સ્કૂલથી લઈ સફલતા સુધી, જુઓ દિવ્યાંકા ત્રિપાઠીની અનસીન તસવીરો

ફેમસ ટીવી અભિનેત્રી દિવ્યાંક ત્રિપાઠી લોકોના દિલો પર રાજ કરતી જોવા મળી રહે છે. લગભગ 35 વર્ષની આ અદાકારના ચાહકો આજે પણ લાખોમાં છે. વર્ષ 2004માં પોતાના કરિયરની શરૂઆત કરનાર દિવ્યાંક ત્રિપાઠીએ જી ટીવીના ઈન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટારમાં સૌથી પહેલા કામ કર્યું હતું. આ શોમાં તેણે એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

વર્ષ 2016માં દિવ્યાંકાએ વિવેક દહિયા સાથે લગ્ન કર્યાં હતાં. ટીવી જગતમાં આ કપલને બહુ જ પસંદ કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ પહેલા દિવ્યાંકા ઘણાં સમય સુધી શરદ મહોલ્ત્રા સાથે રિલેશનશિપમાં હતી.

ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી પોતાના બોલ્ડ લુકને લઈ ઓળખાય છે. તેણે મોડલિંગની દુનિયામાં પણ પોતાનું નામ બનાવી લીધું છે.

દિવ્યાંકાએ બનું મેં તેરી દુલ્હન સીરિયલથી ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તે પોતાની મહેનતથી એક પછી એક નવા મુકામ હાંસિલ કરતી ગઈ. દિવ્યાંકાના ચાહકો તેને ટીવી પર જોવા માટે બહુ જ એક્સાઈટેડ રહે છે.

દિવ્યાંકાનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં થયો હતો. તેણે પોતાનો અભ્યાસ ભોપાલમાં જ પૂર્ણ કર્યો હતો.

ટીવી અભિનેત્રીને જાનવરો સાથે બહુ જ લગાવ છે. તે લોકો ઘણીવાર અપીલ પણ કરી ચુકી છે કે, તેઓ પણ જાનવરને પ્રેમ કરે.

You cannot copy content of this page