Only Gujarat

FEATURED Gujarat

અમાદાવાદી વિદ્યાર્થીઓએ ગજબનો બનાવ્યો રોબોટ, જોઈને પણ નહીં કરો વિશ્વાસ

અમદાવાદ: મોટા ભાગે તળાવ કે કોઈ મોટો કાદો ખોદવા માટે જેસીબી મશીનનો ઉપયોગ થતો હોય છે પરંતુ અમદાવાદમાં સરકારી પોલીટેક્નીકના વિદ્યાર્થીઓએ એક એવો રોબોટ બનાવ્યો છે જે જોઈને તમે વિશ્વાસ નહીં કરો. આ રોબોટ મોબાઈલથી ઓપરેટ થાય છે. રોબોટ પર લગાવવામાં આવેલા કેમેરાથી તળાવમાં કેટલું ખોદકામ થયું તે તમે જોઈ શકો છો. આ રોબોટ ગ્રીન એનર્જીથી ઓપરેટ થાય છે. આ રોબોટને જોઈને પ્રોફેસરો આ વિદ્યાર્થીઓના ભરપુર વખાણ કરી રહ્યાં છે.

સરકારી પોલીટેક્નીકના વિદ્યાર્થીઓએ બનાવેલ ગજબનો રોબોટ ગ્રીન એનર્જીથી ઓપરેટ થાય છે એટલે કે તેમાં કોઈ ડિઝલનો ઉપયોગ થતો નથી પરંતુ બેટરીથી ઓપરેટ થાય છે. મહત્વની વાત એ છે કે, સરકાર દ્વારા આ ઈનોવેશનને લઈ વિદ્યાર્થીઓને 5 લાખનું ઈનામ આપવામાં આવ્યું છે.

અમદાવાદ સાયન્સ સિટીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોબોટિક ગેલરીની મુલાકાત લીધી હતી. આ રોબોટિક ગેલેરીમાં અલગ-અલગ પ્રકારના રોબો મુકવામાં આવેલા છે જેમાં એક ‘રોબો એસ્કેવેટર’ પણ છે. સરકારી પોલીટેક્નીકના અને ‘રોબો એસ્કેવેટર’ બનાવનાર તન પટેલ, પાર્થ પટેલ, જૈમીન કોલડિયા, મિહિર મિસ્ત્રી, અભિનવ રાજપુતને 1 – 1 લાખ રૂપિયા એમ કુલ મળી 5 લાખ ઈનામરૂપે ગુજકોસ્ટ તરફથી આપવામાં આવ્યા છે. ઈનામ મળતાં જ વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતાં.

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વર્ષ 2019માં રોબોફેસ્ટ 1.0 સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અલગ-અલગ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા રોબોટ્સ બનાવવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં આંબાવાડી પોલીટેક્નીકમાં આઈસીના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં 5 વિદ્યાર્થીઓએ રોબો એસ્કેવેટર તૈયાર કરીને મોકલ્યું હતું. વિદ્યાર્થીઓએ બનાવેલું ‘રોબો એસ્કેવેટર’ને જોયા બાદ તેને સાયન્સ સીટી ખાતે આવેલી રોબોટિક ગેલેરીમાં સ્થાન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રોબોટ બનાવેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, આ રોબો એસ્કેવેટર તળાવમાં જમીન ખોદવાનું કામ કરે છે. જેમાં એક કેમેરો પણ લગાવવામાં આવ્યો છે. રોબોટમાં સમય અને જગ્યા સેટ કર્યા બાદ જાતે જ તે નિશ્ચિત જગ્યામાં ખોદકામ કરે છે. હાલ આ રોબોટની તસવીરો સામે આવી છે.

આ રોબોટને ચાલુ કરવા માટે ડીઝલનો ઉપયોગ થતો નથી. આ રોબો એસ્કેવેટર બેટરીથી કામ કરે છે. જેનું ઓપરેટિંગ એપ્લીકેશનની દ્વારા મોબાઈલના માધ્યમથી કરી શકાય છે. આ રોબોની બેટરી એકવાર ચાર્જ કર્યાં બાદ લગભગ 3 કલાક જેટલું કામ કરે છે.

You cannot copy content of this page