Only Gujarat

Bollywood TOP STORIES

સાસુમાના નિધનથી દીકરી શ્વેતા બચ્ચન હતી ઉદાસ, પાપા અમિતાભે આમ આપ્યો સધિયારો

મુંબઈઃ પિતા ભલે ગમે તેટલાં ઘરડાં થઈ જાય અને દીકરી ભલે ગમે તેટલી મોટી થઈ જાય પરંતુ પિતા-પુત્રી વચ્ચે જે સ્નેહનો તાંતણો રહે છે, તે હંમેશા એવો ને એવો રહે છે. આ તાંતણાને કોઈ ઉંમર નડતી હોતી નથી. આવું જ કંઈક શ્વેતા બચ્ચન તથા અમિતાભ બચ્ચન વચ્ચે છે. શ્વેતાની સાસુમા રીતુ નંદાનું 14 જાન્યુઆરીના રોજ નિધન થયું હતું. સાસુમાના નિધનથી શ્વેતા ઘણી જ દુઃખી થઈ ગઈ છે. શ્વેતાની માસીજી રીમા જૈનના દીકરા અરમાનના મુંબઈમાં લગ્ન હતાં અને સંગીત સેરેમનીમાં શ્વેતા ઘણી જ ઉદાસ જોવા મળી હતી. જોકે, અરમાન જૈનના લગ્નમાં પિતા અમિતાભે દીકરીને પડખે ઊભા રહીને તેને સાંત્વના પાઠવી હતી અને ઉદાસ દીકરીના ચહેરા પર હાસ્ય લાવી લીધું હતું.


અરમાને અનિસા મલ્હોત્રા સાથે લગ્ન: રણધીર-રીષિ તથા રાજીવ કપૂરની બહેન રીમા જૈનનો દીકરો અરમાન છે. એટલે કે અરમાન એક્ટ્રેસ કરીના-કરિશ્મા, એક્ટર રણબીરનો ફોઈનો દીકરો થાય. અરમાનના લગ્નમાં કપૂર પરિવારે જમાવટ કરી હતી. અરમાને લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ અનિસા સાથે ત્રણ ફેબ્રુઆરીએ લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં મહેંદી તથા સંગીત સેરેમની યોજાઈ હતી. પ્રિ-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી.


અમિતાભનો દીકરી પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે: શહેનશાહ અમિતાભનો દીકરી પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. શ્વેતા પણ પિતાને એટલો જ પ્રેમ કરે છે. શ્વેતાને જ્યારે પણ તક મળે ત્યારે તે પિતાના વખાણ કરવાનું ચૂકતી નથી. લગ્નમાં પણ શ્વેતા સતત પિતાની સાથે જોવા મળી હતી. શ્વેતાએ સોશિયલ મીડિયામાં પિતા સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું કે તે હંમેશાં પિતાની પડખે ઉભી રહેશે.

અમિતાભે બ્લોગ પર તસવીરો શૅર કરી: શ્વેતા બચ્ચનના માસીજીના ત્યાં લગ્ન એટલે બચ્ચન પરિવાર માટે આ ઘરનો પ્રસંગ કહેવાય. આ લગ્નમાં પૂરો બચ્ચન પરિવાર હાજર રહ્યો હતો. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લગ્નની ખાસ તસવીરો પણ શૅર કરી હતી.

લગ્ન બાદ અરમાન-અનિસા બિગ બીને મળ્યાં: લગ્નના સાત ફેરા ફર્યાં બાદ અરમાન તથા અનિસા અમિતાભને પગે લાગ્યા હતાં. અમિતાભે બંનેને સદા ખુશ રહોના આશીર્વાદ આપ્યા હતાં. અમિતાભ આટલા મહાન એક્ટર હોવા છતાંય દીકરીના સાસરે તેમની વિન્રતા જોવા જેવી હતી. તેમણે દરેકને હાથ જોડીને નમસ્કાર કર્યાં હતાં.

મહારાષ્ટ્રિયન નથમાં શ્વેતાનો આગવો અંદાજઃ શ્વેતા બચ્ચને ડિઝાઈનર અબુ જાની-સંદિપ ખોસલાના ડિઝાઈનર આઉટફિટ પહેર્યાં હતાં. રેડ લહેંગામાં શ્વેતાની આગવી અદા જોવા મળી હતી. જોકે, આઉટફિટ કરતાં પણ શ્વેતાએ મહારાષ્ટ્રિયન નથ પહેરી હતી, તે આકર્ષક લાગતી હતી. આ નથમાં શ્વેતાની સુંદરતમાં ચાર ચાંદ લાગી ગયા હતાં.

જયા બચ્ચનનો આગવો વટઃ લગ્નમાં જયા બચ્ચને ગુલાબી રંગની સાડી પહેરી હતી. આ સાથે જ તેમણે ડાયમંડ તથા ગોલ્ડની જ્વેલરી પહેરી હતી. જોકે, જયા બચ્ચનના હાથમાં મસમોટી ડાયમંડ રિંગ હતી. આ ડાયમંડ રિંગ પર નજર પડ્યાં વગર રહેતી નથી.

અમિતાભનો સિમ્પલ પણ આગવો અંદાજઃ અમિતાભ બચ્ચન ઓફ વ્હાઈટ કુર્તા-પાયજામામાં જોવા મળ્યાં હતાં. તેમણે કુર્તા પર મેચિંગ થાય તે રંગની શાલ ઓઢી હતી. 76 વર્ષની ઉંમરમાં પણ અમિતાભની ફિટનેસ તથા એનર્જી યુવાનોને શરમાવે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page