Only Gujarat

Gujarat

શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નમાં આવો હતો જલસો, ટોચના નેતાઓનો જમાવડો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પૌત્ર નિલરાજસિંહના લગ્નનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓએ હાજરી આપી હતી. એટલું જ નહીં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ હાજરી આપી હતી. નિલરાજસિંહના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. મહત્વની વાત એ છે કે, નિલરાજસિંહ મહેન્દ્રસિંહના પુત્ર છે.

ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાના પૌત્ર નિલરાજસિંહના લગ્ન યોજાયા હતાં ત્યાર બાદ ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજ કરવામાં આવ્યું હતું જેમાં રાજકારણની મોટી-મોટી હસ્તીઓ જોવા મળી હતી. રિસેપ્શનમાં મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ગ્રાન્ડ રિસેપ્શનમાં મોજ માણી હતી.

એટલું જ નહીં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ લગ્નમાં હાજરી આપી હતી. લગ્નમાં નિલરાજસિંહને ગિફ્ટ પણ આપી હતી. એટલું જ નહીં બાપુની હવેલીમાં બંધ બારણે મીટિંગ પણ થઈ હતી જેની ઘણી તસવીરો સામે આવી છે.

12 માર્ચના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં શંકરસિંહ વાઘેલાનો રજવાડી ઠાઠ જોવા મળ્યો હતો. બાપુ પાઘડીમાં સજ્જ થઈ મહેમાનોનું સ્વાગત કરતાં જોવા મળ્યા હતાં જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

આ ગ્રાન્ડ રિસેપ્શનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડાયરા કિંગ માયાભાઈ આહીર હાજર રહ્યા હતાં. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓએ પણ હાજરી આપી હતી.

નોંધનીય છે કે, ગાંધીનગર રાજભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલાની મુલાકાત થઈ હતી. જોકે, આ મુલાકાત કોઈ રાજકીય ન હતી પરંતુ શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નના સત્કાર સમારોહનું આમંત્રણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું હતું.

શંકરસિંહ વાઘેલા પોતાના પૌત્રના લગ્નનું આમંત્રણ પીએમ મોદીને આપવા રાજભવન આવ્યા હતા. 12 માર્ચના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નનો સત્કાર સમારોહ યોજાયો હતો.

શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગરના વસાણ ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ નાથુબા અને પિતાનું નામ લક્ષ્મણસિંહ વાઘેલા હતું.

શંકરસિંહનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની સરકારી સ્કૂલમાં થયું પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે બહાર ગયા. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે.

શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સક્રિય સભ્ય હતા પછી તેઓ જનસંઘ માં જોડાયા જે બાદમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તિત થઇ. તેમણે ગુજરાતમાં આરએસએસ અને ભાજપ સંગઠનનું કામ કર્યું. સંઘ અને ભાજપના વિકાસ વિસ્તારમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે.

You cannot copy content of this page