Only Gujarat

Religion

રૂપિયા ગણવા માટે લઈ લો હવે મશીન, સ્વંય શનિદેવ આ છ રાશિઓ પર કરશે પૈસાનો વરસાદ

અમદાવાદઃ 22 મે, શુક્રવારે શનિ જયંતિ છે. ભારતીય જ્યોતિષોના જણાવ્યા અનુસાર આ વખતે શનિ પોતાની જ રાશિ મકરમાં હોવાથી દિવસ ખાસ બની જાય છે. વર્ષની શરૂઆતમાં શનિ મકર રાશિમાં આવી ગયો છે, જે એપ્રિલ 2022 સુધી આ જ રાશિમાં રહેશે. આ મહીને શનિ 10 મેના રોજ વક્રી થયો છે, જે 29 સપ્ટેમ્બર સુધી આ જ સ્થિતિમાં રહેશે. શનિના શુભ પ્રભાવથી વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જાતકોને ધન-વૈભવ અને કરિયરમાં વિકાસ મળવાની શક્યતા છે. આ સિવાયની છ રાશિના જાતકો સાચવીને રહેવું. અહીં જુઓ, બધી જ 12 રાશિના જાતકો પર કેવી અસર રહેશે.

મેષ: યોજનાઓ પર કામ નહીં થઈ શકે. વિચારેલાં કામ પૂરાં થવામાં અડચણો આવી શકે છે. લેણ-દેણ અને રોકાણમાં સાવધાન રહેવું. ધન હાનિના યોગ પણ બને છે. બિઝનેસમાં સાથે કામ કરતા અને આસપાસના લોકોની મદદ ન મળવાથી દુ:ખી થઈ શકો છો. લવ લાઇફ અને લગ્ન જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. પ્રોપર્ટી સંબંધિત નુકસાન થવાની શક્યતા છે. માતા સ્વાસ્થ્ય બાબતે ચિંતા સતાવશે.


વૃષભ: અધિકારીઓ અને મોટા લોકો સાથે વિવાદ થવાની શક્યતા છે. સમજી-વિચારીને વાત કરવી. તમારી વાતનો લોકો ખોટો અર્થ કાઢી શકે છે. નોકરી-બિઝનેસમાં વિકાસના યોગ બને છે. જૂના લેણ-દેણ અને રોકાણથી ફાયદો મળવાની શક્યતા છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. યાત્રાઓ થઈ શકે છે. મિત્રો અને ભાઇઓની મદદ મળી શકે છે. દાંપત્ય જીવન અને લવ લાઇફમાં સુખ મળશે.

મિથુન: નોકરી અને બિઝનેસમાં મહત્વનાં કામમાં મોડું થઈ શકે છે. લેણ-દેણ અને રોકાણમાં નુકસાનની શક્યતા છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું. સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું. એક્સિડન્ટ થઈ શકે છે કે વાગી શકે છે. જૂના રોકાણથી ફાયદો નહીં મળી શકે. કોઇને આપેલા પૈસા ફસાઇ શકે છે. દાંપત્યજીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. બચત ખતમ થઈ શકે છે. વાતચીતમાં કડકાઇ રાખવાથી લોકો સાથે સંબંધ બગડી શકે છે.


કર્ક: શનિના પ્રભાવથી નોકરી અને બિઝનેસમાં વધારે મહેનત કરવી પડશે. જેનો ફાયદો પાછળથી મળશે. કામકાજ અને રહેવાની જગ્યામાં બદલાવ થવાની શક્યતા છે. પ્રોપર્ટી કે વ્હીકલ ખરીદવાની ઈચ્છા થશે. નોકરી અને બિઝનેસમાં કઈંક નવું કરવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસથી ફાયદો મળશે. વિકાસના યોગ પણ છે. લવ-લાઇફ અને લગ્ન જીવન માટે ઉતાર-ચઢાવવાળો સમય રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં સાવધાન રહેવું. લેણ-દેણ અને રોકાણમાં ધીરે-ધીરે ફાયદો વધશે.


સિંહ: નોકરી અને બિઝનેસમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ટ્રાન્સફર થવાના યોગ પણ છે. ઓફિસ કે ફિલ્ડમાં સાથે કામ કરતા લોકોની મદદ ન મળી શકવાથી તમે દુ:ખી થઈ શકો છો. ખર્ચ વધી શકે છે. રોકાણ અને લેણ-દેણ સમજી-વિચારીને કરવું. નોકરી અને બિઝનેસ સામાન્ય રહેશે. આ કારણે તમે તમારા કામથી ખુશ નહીં થઈ શકો. સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી. ખાન-પાનમાં બદલાવના યોગ છે. લવ લાઇફમાં તણાવ રહેશે.


કન્યા: નોકરી અને બિઝનેસમાં નવી યોજનાઓ બનશે. વિકાસના યોગ પણ છે. વિચારેલાં કામ કરવામાં મહેનત વધુ કરવી પડશે. રોકાણ અને લેણ-દેણમાં સાવધાની રાખવી. બચત વપરાઇ જઈ શકે છે. ખર્ચ વધવાની શક્યતા છે. લગ્ન જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. રોજિંદાં કામ ડિસ્ટર્બ થઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ન રાખવી. મુશ્કેલી વધી શકે છે.


તુલા: સુખમાં ઘટાડો આવશે. દુશ્મનો હેરાન કરી શકે છે. સંતાન સંબંધિત બાબતમાં ચિંતા વધી શકે છે. ખર્ચ વધવાની શક્યતા છે. લવ લાઇફમાં તણાવ અને અવિશ્વાસની સ્થિતિ બની શકે છે. સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. માનસિક રૂપે મુશ્કેલી વધી શકે છે. પ્રોપર્ટી સંબંધિત મહત્વની બાબતોમાં પૈસા ફસાઇ શકે છે. સાધનો હોવા છતાં તેનું સુખ નહીં મળી શકે. નોકરી-બિઝનેસમાં મુશ્કેલી વધશે.


વૃશ્ચિક: કરિયર માટે સમય સારો છે. મહેનત વધારે કરવી પડી શકે છે, પરંતુ વિકાસના પણ યોગ છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. નોકરી-બિઝનેસમાં આગળ વધી શકો છો. લવ લાઇફ માટે સમય સારો રહેશે. જોકે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ સતાવી શકે છે. લાંબી યાત્રાએ જવાથી બચવું. જેનાથી સ્વાસ્થ્ય બગડી શકે છે અને પૈસાનું પણ નુકસાન થઈ શકે છે.


ધન: શનિના પ્રભાવથી વધારે મહેનત કરવી પડી શકે છે. નોકરી અને બિઝનેસમાં વિકાસ તો થશે, પરંતુ તેનાથી તમને સંતોષ નહીં મળી શકે. સમજી-વિચારીને વાત કરવી. તમારી વાતોનો લોકો ખોટો અર્થ કાઢી શકે છે. વાતચીત અને અવાજમાં રૂક્ષતાથી સંબંધો બગડવાની શક્યતા છે. બચત વપરાઇ શકે છે. ખર્ચ વધશે અને આવક ઘટશે. આળસ અને તણાવ વધવાથી કામકાજમાં મન ઓછું લાગશે.


મકર: પૈસાની બાબતમાં સાવધાન રહેવું. પરિવારનો સહયોગ નહીં મળી શકે. ભાઇઓ અને મિત્રો સાથે અણબન કે મનભેદ થઈ શકે છે. મહેનત વધારે કરવી પડી શકે છે. જેનો ફાયદો ઓછો મળશે. નોકરી અને બિઝનેસમાં બદલાવની શક્યતા છે. લેણ-દેણ અને રોકાણમાં નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં સાવધાન રહેવું. એક્સિડન્ટ થવાની કે વાગવાની શક્યતા છે. જૂના રોગ હેરાન કરી શકે છે. વાહન સંબંધિત બાબતોમાં તણાવ રહેશે.


કુંભ: સ્વાસ્થ્ય માટે સમય ઠીક નથી. વાગી શકે છે કે કોઇ જૂની બીમારી સતાવી શકે છે. ધન હાનિના યોગ બને છે. મોંના રોગની શક્યતા છે. સેવિંગ વપરાઇ જઈ શકે છે. મહેનત વધારે રહેશે, પરંતુ નસીબનો સાથ નહીં મળી શકે. પુત્રને દુ:ખ પડી શકે છે. દુશ્મનોથી પરેશાની વધી શકે છે. વિવાદની શક્યતા છે. પરિવારજનોની મદદ ન મળી શકવાથી દુ:ખી રહેશો. લગ્ન જીવનમાં મુશ્કેલી આવવાની શક્યતા છે.


મીન: નોકરી અને બિઝનેસ માટે સમય સારો છે. શનિના પ્રભાવથી જૂની મહેનતનો ફાયદો મળી શકે છે. લેણ-દેણ અને રોકાણમાં ફાયદો મળવાની શક્યતા છે. પૈસા ખર્ચાઇ શકે છે, પરંતુ આવક પણ વધશે. નવાં કામોની યોજનાઓ બની શકે છે. સંતાનના સ્વાસ્થ્યની ચિંતા સતાવશે. વાતચીતમાં સાવધાની રાખવી. તમારી વાતોથી કોઇને અણસમજ થઈ શકે છે. જેનાથી સંબંધો બગડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત જોઇ જૂની બીમારી પાછી વધી શકે છે.

You cannot copy content of this page