Only Gujarat

FEATURED National

લોકડાઉનમાં ભારતના આ શહેરમાં એકસાથે 9 મહિલાઓને મળ્યાં Good News

લોકડાઉનના કારણે જાણે જિંદગી થંભી ગઇ છે. લોકો લોકડાઉન ખૂલવાની રાહ જોઇ રહ્યાં છે. જોકે અમે જે મહિલાઓની વાત કરી રહ્યાં છે તેમના માટે આ લોકડાઉનનો સમય જાણે ખુશી લઈને આવ્યો. પૂનાની એક નહીં 9 મહિલા ઇન્ફર્ટિલિટી કે પતિમાં સ્પર્મની કમીની સમસ્યાથી પરેશાન હતી. આ મહિલાઓ મા ન બની શકવાથી દુ:ખી હતી. આ મહિલાઓનો ઇલાજ શરૂ થવાનો હતો કે લોકડાઉન થઇ ગયું. આ કારણે આ મહિલાઓ વધુ ઉદાસ બની ગઇ. લગ્ન બાદ દંપતી બાળક માટે સપના જુવે છે પરંતુ કેટલીક વખત સપનાને સાકાર થવામાં વિલંબ થાય છે અને તેના કારણે ખાસ કરીને મહિલા ઉદાસીનતામાં સરી પડે છે. જો કે હાલ લોકડાઉનમાં બધા જ સપનાની ઉડાનને જ્યારે બ્રેક લાગી ગઇ છે. ત્યારે આ ઉદાસી મહિલાઓને લોકડાઉનમાં જ ગૂડ ન્યૂઝ મળ્યાં કે તેઓ ગર્ભવતી છે.

પૂના: સામાન્ય રીતે જોઇએ તો લોકડાઉન મોટાભાગના લોકો માટે અનેક મુ્શ્કેલીનું કારણ બની ગયું છે. જો કે આ મહિલાઓ માટે લોકડાઉન સૌભાગ્યશાળી સાબિત થયું છે. જે ખુશ ખબરી માટે તે વર્ષોથી રાહ જોઇ રહી હતી. તે તેમને આ લોકડાઉનના સમયમાં મળી. લોકડાઉનના કારણે જાણે જીવનની ધટમાળ થંભી ગઇ છે. હવે લોકો લોકડાઉન ખુલવાની રાહ જોઇ રહ્યાં છે. જોકે આ મહિલાઓ માટે લોકડાઉન જાણે ખુશીઓ લઇને આવ્યું છે. પૂનાની એક નહી પરંતુ 9 મહિલા ઇન્ફર્ટિલિટી કે પતિમાં સ્પર્મની કમીની સમસ્યાથી પરેશાન હતી. આ 9 મહિલાઓ મા ન બની શકવાથી દુ:ખી હતી. આ નવેય મહિલાઓનો ઈલાજ શરૂ થવાનો હતો કે લોકડાઉન થઇ ગયું. જોકે આ લોકડાઉનના સમયમાં જ તેમનું સપનું સાકાર થયું અને નવેય મહિલાને ગૂડ ન્યૂઝ મળ્યાં.

IVF ટ્રીટમેન્ટ શરૂ થવાનું હતું કે લોકડાઉન શરૂ થઇ ગયું
પૂનાની એક 30 વર્ષિય મહિલાની ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન IVF ટ્રીટમેન્ટ શરૂ થવાની હતી. આ માટે તેમને કેટલાક ઇંજેક્શન લેવાના હતા. જો કે આ ટ્રીટમેન્ટ પહેલા જ લોકડાઉન થઇ ગયું. આ કારણે મહિલાનો ઇલાજ અધુરો રહી ગયો અને તેમણે ઘરે જ રહેવાની ફરજ પડી. આ સમય દરમિયાન તેમણે જ્યારે એપ્રિલમાં ડોક્ટરને બતાવ્યું તો જાણવા મળ્યું કે, તેમનામાં નેચરલી જ ગર્ભધારણ થઇ ચૂક્યું છે. આ સમાચાર મહિલા માટે કોઇ ચમત્કરારથી ઓછા ન હતા તેમણે જણાવ્યું કે, મારા માટે આ લોકડાઉન ગૂડ ન્યુઝ લઇને આવ્યું છે.

એક નવી નવ મહિલાને મળ્યાં ગૂડ ન્યૂઝ
એક અન્ય કેસમાં પુરૂષના લો સ્પર્મ કાઉન્ટના કારણે દંપતી પરેશાન હતું. લોકડાઉનના સમયમાં તેમની પત્ની પણ ગર્ભવત બની. પૂનાના IVF એક્સપર્ટ અને સ્ત્રી રોગ નિષ્ણાંત અમિત પટાનકરે જણાવ્યું હતું કે, આ ખરેખર રિસર્ચનો વિષય છે. આ મહિલાઓ અને પુરૂષોની ટ્રીટમેન્ટ પૂરી પણ ન હતી થઈ કે મહિલાઓ ગર્ભવતી બની ગઈ.

ડોક્ટરે વારજે વિસ્તારમાં રહેતી મહિલા વિશે વાત કરતા જણાવ્યું કે, તે મહિલા સાત વર્ષથી નિસંતાન હોવાથી પરેશાન હતી. તે ઇન્ટ્રાસાઇટોપ્લાજ્મિક સ્પર્મ ઇંજેક્શન (ISSI)ની એડવાન્સ રિપ્રોડક્ટિવ ટેકનિકની મદદ લઇ રહ્યાં હતા. પરંતુ લોકડાઉનના કારણે ટ્રીટમેન્ટ અધૂરી રહી અને હવે તે ગર્ભવતી છે.

પૂનાના ડોક્ટર હવે આ કેસનું સ્ટડી કરી રહ્યાં છે. ડોક્ટરનો એક મત એવો પણ છે કે, વર્ક ફ્રોમ હોમના કારણે સ્ટ્રેસ લેવલમાં કમી આવી છે. તેમજ દંપતી વધુ સમય સાથે વિતાવી રહ્યાં છે.

 

You cannot copy content of this page