Only Gujarat

Gujarat

પત્નીને ઘરે મુકી પ્રેમિકા સાથે દીવ ફરવા જવું અમદાવાદી પતિને ભારે પડ્યું, આ રીતે પકડાયું લફરું

pati patni aur woh in ahmedabad kisso: અમદાવાદમાં એક યુવકને પ્રેમિકા સાથે દીવ ફરવા જવાનું ભારે પડ્યું હતું. અમદાવાદનો પરિણીત યુવક બીજી યુવતી સાથે પ્રેમમાં પડ્યો હતો અને બન્ને ખાનગીમાં મળતા પણ હતા. યુવાને તેની પ્રેમિકાને લઈ દીવ ફરવા ગયો. પરંતુ આ વાતની જાણ તેની પત્નીને થતા હોબાળો મચાવ્યો હતો.

અમદાવાદના નિકોલમાં રહેનાર પરણેલા એક યુવાનને પરસ્ત્રી સાથે સંબંધ હતો, બન્ને અવારનવાર ખાનગીમાં મળતાં અને એક દિવસ દીવ ફરવા જવાનો પ્લાન બનાવ્યો. યુવાને પત્નીને કહ્યુ કે રક્ષાબંધન હોવાથી તે સગાઓને મળવા ગામ જાય છે પરંતુ હકીકતમા તે પ્રેમિકાને લઈને દીવ ગયો અને ભૂલથી ત્યાંથી અમદાવાદમાં પત્નીને વીડિયો કોલ કર્યો હતો.

વીડિયો કોલમાં પતિ સાથે હોટલમા બેઠેલી યુવતીને તેની પત્ની જોઇ જતા આખી વાતની તેને જાણ થઇ હતી. લફરાબાજ પતિએ એક ઈમોશનલ કાર્ડ ખેલ્યું અને છટકી જવાનો પ્રયાસ કર્યો. લફરુ પકડાંઈ જતા પતિએ પત્નીને દીવના દરિયામાં કૂદી પડવાની ધમકી આપી હતી.

ગભરાઇને તેની પત્નીએ તરત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો, જેણે તેનું લોકેશન ટ્રેસ કરવામાં સફળતા મેળવી હતી પરંતુ શખ્સે કંઈ સાચે જ આત્મહત્યાની ધમકી આપી નહોતી. પત્નીથી બચવા તેણે નાટક કર્યું હતું. દીવથી ઘેર આવીને શખ્સે પોતાના અફેરની કબૂલાત કરી હતી.

બાદમાં તેની પત્નીએ તેને અન્ય મહિલા સાથે વાતચીત કરતા પકડ્યો ત્યારે પણ તેણે પોતાનો જીવ લેવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ પતિ-પત્નીનું કાઉન્સિલ કરાયું હતું જે પછી આ વ્યક્તિએ તેની પ્રેમિકા સાથે સંબંધ તોડવાનું વચન આપ્યુ હતું.

You cannot copy content of this page