Only Gujarat

Bollywood

હોટલના આ રૂમમાં નેહા કક્કરે પતિ રોહન સાથે મનાવ્યું હનિમૂન, આમ સજાવવામાં આવ્યો’તો રૂમ!

મુંબઈઃ બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર તથા રોહનપ્રીતના લગ્ન ઘણાં જ ચર્ચામાં રહ્યા છે. બંનેની લવસ્ટોીથી લઈ લગ્નની દરેક વિધિની તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી રહી છે. નેહાએ પણ લગ્નની તસવીરો શૅર કરી છે. નેહા તથા રોહન પ્રીતે હિંદુ વિધિ તથા આનંદ કારજ એમ બે રીતે લગ્ન કર્યા છે.


નેહા પતિથી ઉંમરમાં સાત વર્ષ મોટી છે. ગયા મહિને 24 ઓક્ટોબરના રોજ નેહા તથા રોહને નવી દિલ્હીમાં લગ્ન કર્યા હતા. હવે આ બંને હનીમૂન માટે દુબઈ ગયા છે. નેહાએ લગ્ન બાદ પહેલું કરવા ચૌથનું વ્રત પણ રાખ્યું હતું. દુબઈની જે હોટલમાં નેહા તથા રોહન રોકાયા છે, તે રૂમનો એક વીડિયો સામે આવ્યો છે.


દુબઈની હોટલ તરફથી નેહા તથા રોહન પ્રીત માટે રૂમને ખાસ રીતે સજાવવામાં આવ્યો છે. ફૂલોથી સજાયેલો રૂમ ઘણો જ સુંદર લાગે છે. રૂમમાં અલગ અલગ જગ્યાએ ફૂલથી આર્ટ વર્ક બનાવવામાં આવ્યું છે.


સોશિયલ મીડિયામાં હોટલનો આ વીડિયો નેહા કક્કરની ફૅન ક્લબે શૅર કર્યો છે. વીડિયો જોઈને ચાહકો ઘણાં જ એક્સાઈટેડ થઈ જાય છે. તમામ ચાહકો હવે નેહા તથા રોહનપ્રીતની દુબઈની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


નેહાનો એરપોર્ટ પરનો એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં નેહા કોફી પીતી જોવા મળે છે. તેના કોફી મગ પર લખવામાં આવ્યું હતું, ‘તમે સુરક્ષિત રહો.’ આ વાંચીને નેહા ઘણી જ ખુશ થઈ ગઈ હતી.


ઉલ્લેખનીય છે કે નેહા તથા રોહનપ્રીતના નવી દિલ્હી સ્થિત યોજાયેલા લગ્નમાં બહુ મહેમાનો આવ્યા નહોતા. જોકે, બંનેએ લગ્નમાં ઘણું જ એન્જોય કર્યું હતું. બોલિવૂડમાંથી ઉર્વશી રાઉતેલા લગ્નમા ખાસ હાજર રહી હતી.


લગ્ન બાદ રિસેપ્શન પણ નવી દિલ્હીમાં જ યોજવામાં આવ્યું હતું. આટલું જ નહીં લગ્ન તથા રિસેપ્શનમાં નેહા તથા રોહને પર્ફોર્મન્સ પણ આપ્યું હતું. બંનેએ સાથે મળીને ગીત ગાયું હતું,

You cannot copy content of this page