આટલા માટે હંમેશા સફેદ શર્ટ પહેરે છે મુકેશ અંબાણી, જાણો ચોંકાવનારું કારણ

દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓના લિસ્ટમાં સામેલ મુકેશ અંબાણીની પોતાની લાઈફ સ્ટાઈલના કારણ હંમેશા ચર્ચામાં રહે છે. અબજોની સંપત્તિના માલિક મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે 27 માળના આલીશાન ઘર એન્ટિલિયામાં રહે છે, જેની દેખભાળ અંદાજે 600 લોકો રાખે છે. ભારતના સૌથી વધુ પૈસાદાર વ્યક્તિ હોવા છતાં મુકેશ અંબાણી એકદમ સિમ્પલ લાઈફ જીવે છે. તમે ધ્યાનથી જોયુ હશે તો ખબર હશે કે મુકેશ અંબાણી હંમેશા મોટાભાગે સફેદ શર્ટમાં જ જોવા મળે છે.

મુકેશ અંબાણી સાદગી અને સરળ સ્વભાવના વ્યક્તિ છે. ખૂબ પૈસા હોવા છતાં મુકેશ અંબાણી હંમેશા સિમ્પલ રહેવાનું પસંદ કરે છે. એટલું જ નહીં મુકેશ અંબાણી પોતાની ફેશન સ્ટાઈલ પર ધ્યાન આપવાની જગ્યાએ પોતાના બિઝનેસ પર વધુ ધ્યાન આપે છે. તેઓ મોટાભાગે સિમ્પલ અડધી બાંયનો સફેદ શર્ટ પહેરે છે.

આ અંગે મુકેશ અંબાણીનું કહેવું છે કે કપડાની પસંદગી કરવામાં ખૂબ સમય જાય છે, એટલા માટે તે બિઝનેસમાં વધુ ધ્યાન આપવાનું પસંદ કરે છે. એટલું જ નહીં મુકેશ અંબાણીને સફેદ કલર વધુ પસંદ છે અને તેમના ઉપર સફેદ કલરના શર્ટ વધુ શોભે છે. જેના કારણ તે મોટાભાગે સફેદ શર્ટ પહેરવાનું પસંદ કરે છે.

આ ઉપરાંત સફેદ ડ્રેસ શાંતિનું પ્રતિક પણ છે. મુકેશ અંબાણી જ્યારે પણ ઓફિસ જાય છે કે જ્યારે પણ કોઈ મોટી હસ્તી સાથે મુલાકાત કરે છે ત્યારે સફેદ શર્ટમાં જોવા મળે છે. રિપોર્ટ્સ મુજબ મુકેશ અંબાણી સવારે 5 વાગ્યે ઉઠે છે અને વર્કઆઉટ સાથે પોતાના દિવસની શરૂઆત કરે છે અને તેમને સિમ્પલ ખાવાનું પસંદ છે.

રિપોર્ટ સાચા માનીએ તો મુકેશ અંબાણી પોતાના દિવસની શરૂઆત પપૈયાનું જ્યૂસ પીને કરે છે. આ ઉપરંત લંચમાં સૂપ અને સલાડ ખાવાનું પસંદ કરે છે. જ્યારે દિવસમાં સિમ્પલ દાળ-ભાત અને રોટલી જમવાનું પસંદ કરે છે. આ મુકેશ અંબાણીને ગુજરાતી જવાનું પસંદ છે. ક્યારેક ક્યારેક સાઉથ ઈન્ડિયન ભોજન પણ ખાય છે.

કહેવાય છે કે મુકેશ અંબાણી મુંબઈના કૈપે મૈસૂર રેસ્ટોરન્ટના ઈડલી-સાંભાર બહુ ભાવે છે. આ ઉપરાંત તેમને સ્ટ્રીટટ ફૂડ પણ પસંદ છે. રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીના ઘરની રસોઈમાં કામ કરનાર કુકને અંદાજે મહિને 2 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે.