Only Gujarat

National

ડેરીમાંથી દૂધ લાવો છો? એક મહિલા સાથે જે બન્યું એ વાંચીને તમે હચમચી શકો

ભારત દેશમાં ગમે તે વસ્તુમાં ગમે તે રીતે ભેળસેળ કરવામાં આવે છે. મસાલાથી માંડીને ફ્રૂટ્સથી લઈ તમામમાં ભેળસેળ હોય છે. તાજેતરમાં દૂધમાં ભેળસેળનો એક નવો જ કિસ્સો સામે આવ્યો છે. જે વાંચીને તમે ચોંકી જશો. દૂધ એક એવી વસ્તુ છે જે બાળકથી માંડીને વૃદ્ધ લોકો પીતા હોય છે, ત્યારે તેમાં ભેળસેળ એ પરિવાર માટે મોટી ચિંતાનો વિષય છે.

આ કિસ્સો ભોપાલમાં બન્યો છે. અહીંયા અશોકા ગાર્ડન વિસ્તારમાં રહેતી મહિલાએ જ્યારે પોતાના ઘરે દૂધને ઉકળાયું તો તે ફાટીને રબર જેવું બની ગયું હતું. મહિલાએ કહ્યું હતું કે તેના પરિવારના 8 લોકો છેલ્લાં છ મહિનાથી ઝાડા, માથાનો દુખાવો તથા શરીરનો દુખાવો જેવી સમસ્યાથી પીડાતા હતા. હવે તેને આ પાછળનું કારણ જાણ થઈ હતી. મહિલાએ આ દૂધ ઘર આગળ આવેલી એક ડેરીમાંથી ખરીદ્યું છે. પરિવારે સો.મીડિયામાં આ અંગેનો વીડિયો શૅર કર્યો હતો. આ વાતનો ઘટસ્ફોટ થતાં જ ડેરી સંચાલકે મહિલાના પરિવાર વિરુદ્ધ ફરિયાદ કરીને પૈસાની માગણી કરી હોવાની વાત હતી. રાજ્યાના ફૂડ વિભાગે ડેરી પર દરોડા પાડ્યા હતા અને દૂધના સેમ્પલ તપાસમાં મોકલ્યા છે.

આ ઘટના અશોકા ગાર્ડન વિસ્તારમાં આવેલા પંતનગરમાં રહેતી નાઝિયા જમશેદ સાથે થઈ હતી. નાઝિયાએ કહ્યું હતું કે છેલ્લાં 7-8 મહિનાથી તેના ઘરે કિસાન દૂધ ડેરીમાંથી દૂધ આવે છે. સિમ્પલ પોલિથીનની થેલીમાં કર્મચારી દૂધ આપી જતો હતો. છ મહિનાથી પરિવારના સભ્યો બીમાર રહેવા લાગ્યા હતા. દૂધ પીધા બાદ અનેકવાર ટોઇલેટ જવું પડતું. ભૂખ નહોતી લાગતી. માથું તથા શરીરમાં દુખાવો રહેતો હતો. ચાર દિવસ પહેલાં જ્યારે દૂધ ઉકાળવા મૂક્યું તો ફાટી ગયું અને રબર જેવું થઈ ગયું હતું. ત્યારે તેને એ વાત સમજમાં આવી કે તેઓ ભેળસેળયુક્ત દૂધ પીતા હોવાથી બીમાર રહેતા હતા.

ડેરીએ મહિલા પર આરોપ મૂક્યોઃ નાઝિયાએ કહ્યું હતું કે આ અંગે જ્યારે ડેરી સંચાલકને જાણ થઈ તો તેણે ઓળખીતાઓને લઈને ઘરે આવ્યો હતો અને પરિવારના તમામ સભ્યોની સારવાર કરાવી આપવાની વાત કહી હતી. જોકે, પછી તેણે તેમની વિરુદ્ધ પૈસા માગતા હોવાની ખોટી ફરિયાદ કરાવી હતી. પોલીસ કર્મીએ પણ ડેરી સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે તેમને ધમકાવે છે.

ફરિયાદ થશે તો તપાસ કરીશુંઃ ભોપાલના મુખ્ય ફૂડ સુરક્ષા અધિકારી ડી કે દુબએ કહ્યું હતું કે હજી સુધી આ કેસમાં કોઈ ફરિયાદ મળી નથી. કેસ અંગે જાણ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

નકલી દૂધ જોખમીઃ ભોપાલના ગેસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટે કહ્યું હતું કે નકલી દૂધના કેમિકલ્સથી લીવર ડેમેજ થાય છે. આંતરડામાં લાંબા સમય સુધી ચાંદા રહે છે અને મળમાર્ગે લોહી આવે છે. કેટલાંક કેમિકલ હાર્ટ તથા મગજની નસોને નુકસાન પહોંચાડે છે.

You cannot copy content of this page