Only Gujarat

Bollywood

આ જાણીતી એક્ટ્રેસ 12 વર્ષની અંદર એક નહીં બેવાર થઈ’તી વિધવા, હાલ જીવે છે આવી LIFE

મુંબઈ: વિતેલા જમાનાની અભિનેત્રી લીના ચંદાવરકર 70 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 29 ઑગસ્ટ, 1950માં કર્ણાટકમાં થયો હતો. અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી લીના માત્ર 25 વર્ષની ઉંમરમાં જ વિધવા થઈ ગઈ હતી. તેની સાથે આ ઘટના લગ્નના કેટલાક દિવસો બાદ જ ઘટી હતી. રાજકીય ફેમિલી સાથે સંબંધ રાખનાર સિદ્ધાર્થ બંડોડકર સાથે તેના લગ્ન 1975માં થયા હતા. સિદ્ધાર્થને ભૂલથી ગોળી વાગી ગઈ હતી. થોડાં દિવસ સારવાર ચાલી પરંતુ તે બચી ન શક્યા. ત્યારબાદ લીનાએ પાંચ વર્ષ પછી 1980માં 21 વર્ષ મોટા સિંગર કિશો કુમાર સાથે લગ્ન કર્યા. જો કે, તેમનો પરિવાર આ લગ્નની વિરુદ્ધમાં હતો.

લીનાએ 19 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ફિલ્મોમાં આવતા પહેલા તે જાહેરાતોમાં કામ કરતી હતી. ફિલ્મ ‘મન કા મીત’થી તેમણે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તે ખૂબ જ રૂઢિવાદી વિચારધારાની હતી અને એટલે જ તેણે ફિલ્મોમાં ના તો ક્યારેય બિકિની પહેરી ન તો ક્યારેય કોઈ ફોટોશૂટ કરાવ્યું.

લીનાની ફિલ્મી સફર તો સારી રહી પરંતુ પર્સનલ લાઈફ દુઃખથી ભરેલી રહી. ફિલ્મોમાં કામ કરતા કરતા લગ્ન રાજકીય પરિવારના સભ્ય સિદ્ધાર્થ બંડોડકર સાથે થયા હતા. બંનેનો સંબંધ લાંબો ન ટક્યો.

થયું એવું કે, ભૂલથી ગોળી વાગી જતા સિદ્ધાર્થનું મોત થઈ ગયું. 25 વર્ષની ઉંમરમાં લીના વિધવા થઈ ગઈ. પતિના મોત બાદ તે ફરી એકલી પડી ગઈ અને ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. તેણે લોકોને મળવાનું પણ બંધ કરી દીધું હતું.

લીનાની આવી સ્થિતિ જોઈને પિતા તેને ઘરે પાછા લઈ આવ્યા પરંતુ અહીં પણ સંબંધીઓ તેને અજીબ રીતે જોતા હતા. આ કારણે લીના ફરીથી મુંબઈ આવી ગઈ અને ફિલ્મી કરિયર ફરીથી શરૂ કરી દીધી.

આ દરમિયાન તેની મુલાકાત કિશોર કુમાર સાથે થઈ. બંનેમાં નિકટતા વધી અને 1980માં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. લીનાના પિતા આ લગ્નની વિરુદ્ધમાં હતા, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે તેમની દીકરી એક એવા વ્યક્તિ સાથે લગ્ન કરે જેના પહેલેથી જ 3 વાર લગ્ન થયેલા હોય.

લીનાએ પિતાની વિરુદ્ધમાં જઈને કિશોર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમનો એક દીકરો થયો. લગ્નના કેટલાક વર્ષો બાદ કિશોર કુમારનું પણ નિધન થઈ ગયું અને લીના ફરી એકવાર વિધવા થઈ ગયા. એ સમયે તેની ઉંમર 37 વર્ષ હતી.

1968માં આવેલી ફિલ્મ ‘મન કા મીત’માં લીનાને લીડ એક્ટ્રેસનો રોલ મળ્યો હતો. જે બાદ લીનાને એક બાદ એક અનેક ફિલ્મોની ઑફર આવી. લીનાએ જીતેન્દ્રની સાથે ફિલ્મ ‘હમજોલી’માં કામ કર્યું. કહેવામાં આવે છે કે આ દરમિયાન બંનેના અફેરની પણ ખૂબ ચર્ચા રહી.

જલ્દી જ લીના ફિલ્મોનું એક મોટું નામ બની ગઈ. ફિલ્મ ‘મહબૂબ કી મેંહદી’માં લીનાએ રાજેશ ખન્ના સાથે કામ કર્યું હતું. લીનાની ફિલ્મ ‘બિદાઈ’ સૌથી મોટી હિટ ફિલ્મ હતી. તે છેલ્લે 1985માં આવેલી ફિલ્મ ‘સરફરોશ’માં જોવા મળી હતી.

લીનાની એક કિસનો કિસ્સો પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો. 2015માં લીના મુંબઈમાં આયોજિત એક અવૉર્ડ શોમાં પહોંચી હતી. ફંક્શનમાં જાણીતા વકીલ અને રાજનેતા રામ જેઠમલાણી પણ હતા. ઈવેન્ટ દરમિયાન બંને એક સાથે બેઠાં હતાં. જ્યારે તેને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા, ત્યારે પહેલા તો જેઠમલાણીએ લીનાને ગળે લગાવ્યા અને બાદમાં કિસ કરી લીધી. લીના પણ તેમનો હાથ પકડીને કિસ કરતી નજર આવી હતી. આ કિસની ખૂબ જ ચર્ચા થઈ હતી.

હાલમાં, લીના પોતાના ઓરમાન દીકરા સિંગર અમિત કુમાર, દીકરા સુમિત કુમાર સાથે મુંબઈમાં રહે છે.

You cannot copy content of this page