Only Gujarat

FEATURED National

કોરોનામાં રાત-દિવસ આ બહાદુરો મહિલા ઓફિસર ત્રણ વર્ષના દીકરાને ઘરે મૂકીને નિભાવી રહી છે ફરજ

ભોપાલ: કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દરેક લોકો પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. એવામાં મહિલા પોલીસ કર્મચારી પણ પાછળ નથી. આ મહામારી સાથે લડવા માટે આ કર્મચારીઓએ પોતાના ઘર અને બાળકોને પણ છોડી દીધા છે. આવી જ એક કહાની મધ્ય પ્રદેશથી સામે આવી છે. જ્યાં એક મહિલા અધિકારી પોતાના 3 વર્ષના પુત્રને ઘરે રાખીને પોતાની ફરજ નિભાવી રહી છે.

જે મહિલા અધિકારીને જઝ્બાને લોકો સલામ કરી રહ્યા છે, તેનું નામ ભૂમિકા દૂબે છે. જે દતિયા જિલ્લાના બડૌની પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભારી છે. જેણે પોતાના 3 વર્ષના દીકરાને લગભગ 20 દિવસથી ખોળામાં નથી લીધો. તેમનું કહેવું છે કે તે દિવસભર અનેક લોકોને મળે છે. કોરોનાના ચેપને જોતા તે પોતાના બાળકને દૂર જ રાખે છે.

ભૂમિકા પોતાના પોલીસ સ્ટેશનથી લગભગ 12 કિમી દૂર સરકારી આવાસમાં રહે છે. અધિકારીના અનુસાર તે રાત્રે 12 વાગ્યા આસપાસ ઘરે પહોંચી છે. ત્યાં સુધીમાં તેમનો દીકરો સુઈ જાય છે. ફરી બીજા દિવસે સવારે ડ્યૂટી પર આવી જાય છે.

ભૂમિકા દુબેનું કહેવું છે કે અનેક વાર બાળક ખોળામાં લઈ લેવા માટે રડે છે. પરંતુ તે ધારે તો પણ તેને ખોળામાં નથી લઈ શકતી. તેનો વજન પણ ઓછો થઈ ગયો છે. પરંતુ શું કરી શકીએ, ફરજથી ઉપર કાંઈ જ નથી. પોતાના પતિ સાથે મહિલા અધિકારી ભૂમિકા દુબે. જણાવી દઈએ કે આ અધિતાકીના લગ્ન 2016માં ગ્વાલિયરમાં થયે હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page