Only Gujarat

Gujarat

બે વ્યાજખોર સગી બહેનોએ યુવકને વ્યાજના વિષચક્રમાં ફસાવ્યો, યુવકે જીવન ટૂંકાવી લીધું

ગુજરાતમાં વ્યાજના વિષચક્રમાં ફસાઈને આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વ્યાજે પૈસા આપી પછી રિકવરી માટે ધાકધમકી આપનાર મોટાભાગે માથાભારે પુરુષો હોય છે, પણ એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. અંજારમાં અંજારમાં બે વ્યાજખોર બહેનો પોલીસ સકંજામાં આવી હતી. આ બંને બહેનોએ યુવાનને વ્યાજના વિષચક્રમાં ફસાવી ઉચું વ્યાજ વસુલ કરવા ધાકધમકીઓ કરી આપઘાત કરવા મજબુર કર્યાો આરોપ છે.

પ્રાપ્ત વિગ મુજબ અંજારમાં રહેતા ઈરફાન અલીભાઈ સાંજીએ પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમને ઉંચા વ્યાજે પૈસા આપી લીધેલા બે કોરા ચેક બાઉન્સ કરાવી ફરીયાદીને તથા ફરીયાદીના ભાઈ અનીશને જાનથી મારી નાંખવાની ધમકી આપી અવાર નવાર પૈસાની ઉઘરાણી કરી તેમજ બળજબરી પૂર્વક નાણાં કઢાવી લેવા ધમકીઓ આપવામાં આવી રહી હતી અને વધુ પૈસા ન આપી શકતા માનસિક ત્રાસ આપતા ફરીયાદીના ભાઈ અનીશે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકે સુસાઈડ નોટ લખી આપઘાત પહેલા વીડિયો પણ બનાવ્યો હતો.

મૃતકના અનીશના ભાઈએ આરતીબેન ઈશ્વરભાઈ ગોસ્વામી, રીયાબેન ઈશ્વરભાઈ ગોસ્વામી, તેજસ ઉર્ફે ચેતલો ઈશ્વરગર ગોસ્વામી, સોહીલ ઉર્ફે ઈસ્માઈલ ઉર્ફે ચચો જુશબ હીંગોરજા અને યાસીન ઉર્ફે જાસીર જુસબ હીંગોરજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ બાદ લાંબા સમય સુધી આરોપીઓ પોલીસના હાથે ચડ્યા ન હતા અને પહેલા અંજારની સેશન્સ કોર્ટ અને ત્યાર બાદ હાઇકોર્ટ સુધી આગોતરા જામીન મેળવવા હવાતિયા માર્યા હતા

. જે દરમ્યાન મેઘપર ફાટક પાસે આરોપી આરતી અને રીયા હાજર હોવાની બાતમી આધારે પોલીસે કાર્યવાહી કરી બંને બહેનોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વ્યાજખોર બહેનો આરતી અને રીયાએ આગોતરા જામીન મેળવવા અનેક પ્રયાસો કાર્ય હતા છતાં તેમને સફળતા મળી ન હતી. તેવામાં ધરપકડથી બચવા તે બંને બહેનો નાસતી ફરતી રહી હતી. પરંતુ હાઇકોર્ટમાં પણ આગોતરા જામીન મેળવવાની અરજી નામંજૂર કરી દેવામાં આવતા આખરે તે બંને બહેનો સામેથી અંજાર પોલીસ સમક્ષ હાજર થઇ હતી.

You cannot copy content of this page