Only Gujarat

FEATURED Gujarat

પતંગરસિયાઓ માટે ખાસ! ઉત્તરાયણમાં શું સાવચેતી રાખવી જોઈએ?

અમદાવાદ: 14 જાન્યુઆરી ઉતરાયણ છે પણ આ વખતે આ ઉત્તરાયણ અલગ હશે. કારણ કે કોરોના મહામારીને લઈને લોકોએ સોશિયલ ડિન્ટન્સિંગ જાણવવું પડશે. પતંગરસિયાઓએ પતંગ ચગાવતા થોડું ધ્યાન પણ રાખવા જેવું છે નહીં તો તમારા તહેવાર હંમેશાં માટે નર્ક બની શકે છે. ઉત્તરાયણમાં શું ધ્યાન રાખવું તેની પર એક નજર કરીએ…..

ઉત્તરાયણમાં શું સાવચેતી રાખવી
– પતંગ ચગાવતા પહેલાં આંગળીઓને મેડીકેટેડ ટેપ લગાવી જોઈએ.
– બાળકોએ વાલીની દેખરેખ હેઠળ પતંગો ચગાવવો જોઈએ.
– વાહન ચાલકે હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ.
– કોઈને કંઈ ઈજા થાય તો 108 નંબર ડાયલ કરવો.

ઉત્તરાયણમાં શું ના કરવું જોઈએ?
– અગાસીમાં ફર્સ્ટ એઈડ કીટ અવશ્ય રાખવી.
– લીસી, ખરબચડી, તૂટેલી અને નબળી અગાસી અથવા છત કે ધાબા પર ઉભું રહેવું ન જોઈએ.
– નબળા બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા ચડવું નહીં.
– ઉંચાઈએથી જમીન પર કૂદવું જોઈએ નહીં.
– જાહેર રસ્તા પર પતંગ પકડવા દોડવું ન જોઈએ. ઈલેકટ્રીક વાયર, રોડ અને વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવો જોઈએ નહીં.
– અગાસી અથવા છત કે ધાબાની પાળી પર ચઢવું જોઈએ નહીં.
– ઈલેક્ટ્રીક વાયરમાં ફસાયેલ પતંગ કે દોરી લેવા માટે પ્રયાસ કરવો નહીં.

You cannot copy content of this page