એક જ યુવક સાથે લગ્ન કરવા જિદે ચઢી બબ્બે યુવતીઓ, આ રીતે પસંદ કરી દુલ્હનને!

લગ્ન પહેલાં પરિવાર તથા યુવક-યુવતીની મંજૂરી જરૂરી છે. જોકે એક એવા લગ્ન સામે આવ્યા છે જેને જોઈને બધાની આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ છે. સિક્કો ઉછાળઈને એક લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. એક યુવકનું બે યુવતીઓ સાથે અફેર ચાલતું હતું. લગ્ન પહેલાં બંને યુવતીઓ યુવકના ઘરે આવી હતી અને લગ્ન કરવાની જીદ લઈને બેસી ગઈ હતી.

આ ઘટના કર્ણાટકના અલૂર જિલ્લાના એક ગામની છે. એક યુવક પાછળ બે છોકરીઓ પાગલ થઈ હતી. બંને છોકરીઓને એક છોકરા સાથે જ લગ્ન કરવા હતા. બંને વચ્ચે વિવાદ થતાં ગામના લોકોએ ભેજુ અપનાવી અનોખો રસ્તો કાઢી આપ્યો હતો. ગામના લોકોએ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટોસ (સિક્કો ઉછાળી) કરવાનું નક્કી થયું હતું.

અહીંયા એક યુવકનું બે યુવતીઓ સાથે અફેર ચાલતું હતું. લગ્ન પહેલાં બંને યુવતીઓ યુવકના ઘરે આવી હતી અને લગ્ન કરવાની જીદ લઈને બેસી ગઈ હતી. અંતે, ગામના લોકોએ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટોસ કરવાનું નક્કી થયું હતું.

બંને યુવતીઓ જીદ પર હતીઃ બંને યુવતીઓએ એ વાત મક્કમ હતી કે યુવકના લગ્ન માત્રને માત્ર તેની સાથે જ થશે. અનેક સમજાવટ બાદ પણ યુવતીઓ માનવા તૈયાર નહોતી. ત્યાં સુધી કે એક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અંતે ગામના લોકો ભેગા થયા હતા અને એ નિર્ણય પર આવ્યા કે વરરાજા કોની સાથે લગ્ન કરશે તેનો નિર્ણય હવે ટોસથી થશે.

વરરાજાને થપ્પડ પડીઃ ટોસ પહેલાં એ શરત રાખવામાં આવી હતી કે પહેલાં એક બોન્ડ પેપર ત્રણેય લોકોની સહી લેવામાં આવશે અને જે નિર્ણય આવશે તે ત્રણેયે સ્વીકારવો પડશે. તમામ પ્રક્રિયા બાદ જ્યારે ટોસ કરવાનો થયો ત્યારે અત્યાર સુધી ચૂપ રહેલા યુવકે પોતાની ઈચ્છા પ્રગટ કરી હતી.

તેણે જે યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તેને ગળે લગાવી હતી અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. આ જોઈને બીજી યુવતીએ યુવકને સણસણતો ગાલ પર તમાચો ચોડ્યો હતો.

આ સાથે જ નક્કી થયું કે યુવકે કોની સાથે લગ્ન કરવા છે અને ટોસ પણ કરવો પડ્યો નહોતો.