Only Gujarat

National

માત્ર એક મિનિટમાં આ કરોળિયો લઈ લે છે જીવ, બની ગઈ છે ઓસ્ટ્રેલિયાની નવી મુસીબત

સીડની: એક બાજુ ઓસ્ટ્રેલિયા ભયાનક ગરમી સામે લડી રહ્યું છે, ત્યારે ત્યાં જીવલેણ કરોળિયો નો પ્રકોપ વધી રહ્યો છે, જેના કરડવાથી 15 મિનિટની અંદર જ મોત થાય છે. આ કરોળિયોનું નામ છે ફનેલ વેબ સ્પાઈડર. તેને દુનિયાનો સૌથી ખતરનાક કરોળિયો માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના ઘણાં શહેરોમાં આ પ્રકારના કરોળિયોના કડવાથી લોકો મૃત્યુ પામ્યા છે.

આ કરોળિયો એટલો ઝેરીલો છે કે કોઈને હૉસ્પિટલ લઈ જવાની કોશિશ કરવામાં આવે ત્યાં સુધી તે રસ્તામાં જ મૃત્યુ પામે છે. ડૉક્ટરનું કહેવું છે કે તેના ઝેરને અસર થાય તેવી કોઈ દવા અત્યારે હાજર નથી.

કેવી રીતે વધ્યો આ કરોળિયાનો પ્રકોપઃ જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ લાગવાના કારણે આ કરોળિયા જમીનની અંદર સંતાઈ ગયા હતા, પરંતુ જ્યારે ત્યાં બહુ વરસાદ પડ્યો અને તેના પછી પૂર આવ્યું તો તે બહાર આ ગયા. તેના પછી આ કરોળિયા શહેરોમાં આવવા લાગ્યા અને ત્યાં તેનું સ્થાન બનાવી લીધું.


કરોડીયાના કરડવાથી થવા લાગે છે ઉલ્ટી
આ કરોળિયો જેને પણ પહેલાં કરડે છે ત્યાં લાલ રંગનું નિશાન થઈ જાય છે અને ચકામા થવા લાગે છે. તેના પછી બહુ દુખાવો થવા લાગે છે. પછી ઉલ્ટી થવાનું શરૂ થઈ જાય છે અને બ્લડ પ્રેશર વધી જાય છે. જેને તે કરડે છે તેને ભયંકર દુખાવો થાય છે અને તે દુખાવાના કારણે તડફડીયા મારવા લાગે છે અને 15 મિનિટની અંદર જ તેનું મોત નીપજે છે.


સિડનીમાં છે સૌથી વધુ કરોળિયાઃ 
જાણવા મળે છે કે સૌથી વધુ ઝેરીલા કરોળિયા સિડનીમાં છે. ન્યૂ સાઉથ વેલ્સ અને બીજા ઓસ્ટ્રેલિયાના શહેરોમાં પણ તેનો પ્રકોપ વધી રહ્યો છે. તેનાથી ઓસ્ટ્રેલિયાનો સ્વાસ્થ્ય વિભાગ ઘણો ચિંતામાં આવી ગયો છે.

ચિકિત્સા વૈજ્ઞાનિક કોશિશ કરી રહ્યા છે કે બને તેટલું જલદી તેના ઝેરને નિષ્પ્રભાવી બનાવવાની દવા બનાવે. આમ તો પહેલાં આ કરોળિયાના ઝેરમાંથી એન્ટિ-વેનમ દવાઓ બનાવવામાં આવતી હતી. આ દવાઓ ઘણાં પ્રકારના ઝેરને કાપી નાખે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page