Only Gujarat

National

USના રસ્તાઓ પર ભૂખથી તડપી રહી હતી ઈન્ડિયન મહિલા, વીડિયોમાં ડિપ્રેશનથી ઘેરાયેલી જોવા મળી

અમેરિકા જેવા દેશોમાં ભારતીયો સારા શુકન માટે જતા હોય છે. બહેતર ભવિષ્ય અને જીવનની કલ્પના કરતા હોય છે પરંતુ સોશિયલ મીડિયામાં અમેરિકાના રોડ પર ભૂખથી તડપી રહેલી હૈદરાબાદની એક મહિલાએ ચકચાર જગાવી છે. ભારતીય મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એવો દાવો કરવામાં આવી રહયો છે કે હૈદરાબાદની આ મહિલાનું નામ સૈયદા લુલુ મિન્હાજ જૈદી છે જે ઓગસ્ટ ૨૦૨૧માં ડેટ્રોઇટમા ટ્રાઇન યુનિવર્સિટીમાં માસ્ટર્સના અભ્યાસ માટે ગઇ હતી.

આ મહિલા ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયેલી પરંતુ તેનો બધો જ સામાન ચોરાઇ ગયો અને છેવટે ભુખ મરવાનો વારો આવ્યો હોવાનું મનાય છે. શિકાગોની એક સડક ઉપર ડિપ્રેશનથી ઘેરાયેલી જોવા મળે છે.આ ઘટના પછી ભારતમાં રહેતા યુવતીના પરિવારે ભારત સરકાર પાસે મદદની ટહેલ નાખી છે. જાણકારી મુજબ મહિલાની માતાએ વિદેશ મંત્રાલયને પત્ર પણ લખ્યો છે. જેમાં પોતાની પુત્રીને ભારત લાવવા માટે અરજ કરી છે.

વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દુતાવાસ અને શિકાગોમાં ભારતીય વાણિજય દુતાવાસને પણ દરમિયાનગીરી કરીને પુત્રીને ભારત લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેલંગાણાના મૌલા અલીની રહેવાસી યુવતી ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) પક્ષના નેતા ખલીકુર રહેમાને પોતાના ટ્વિટર હેન્ડલ પર ફોટો શેર કરતા સમગ્ર માહિતી બહાર આવી હતી.

મિન્હાજની માતાએ ભારતીય દૂતાવાસથી કરી અપીલ
મિન્હાજની માતાએ એ પણ કહ્યું કે મોહમ્મદ મિન્હાજ અખ્તરની મદદથી તેમની પુત્રીને શોધી શકાય છે અને તેને પરત લાવવા માટે વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસ અને શિકાગોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને વિનંતી કરી હતી.

ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે આપી પ્રતિક્રિયા
ટ્વિટર પર શેર કરાયેલી પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા શિકાગોમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે લખ્યું કે, “અમને હમણાં જ સૈયદ લુલુ મિન્હાજના મામલા વિશે જાણવા મળ્યું છે. સંપર્કમાં રહેવા કૃપા કરીને DM કરો.

You cannot copy content of this page