Only Gujarat

Religion

ત્રણથી સાતની વચ્ચે હનુમાનજીનો બોલો આ ચમત્કારી મંત્ર ને પછી જુઓ બજરંગબલીની કમાલ

અમદાવાદઃ શનિવારના દિવસે જે પણ રૂપમાં પવન પુત્ર હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે, તેઓ ચોક્કસથી પ્રસન્ન થાય છે. હનુમાનજી કળિયુગના એકમાત્ર સાક્ષાત દેવ છે. એટલે જ તેમની કૃપા દ્રષ્ટિ પડે એ ભક્તનાં બધાં દુ:ખ દૂર થાય છે અને બધાં કાર્ય સફળ થાય છે. એવી માન્યતા છે કે, જે પણ ભક્ત પર હનુમાનજીની કૃપા દ્રષ્ટિ પડે તેના જીવનનાં બધાં જ દુ:ખ-દર્દ અને અછત દૂર થાય છે. જો તમે પણ બજરંગબલીની કૃપા ઇચ્છતા હોય તો, શનિવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગેની વચ્ચે ઘરમાં જ ચમત્કારી ઉપાય ચોક્કસથી કરો.


1 – જો કોઇ મોટી સમસ્યામાં ઘેરાયેલા હોય તો, શનિવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગેની વચ્ચે હનુમાનજીના આ સિદ્ધ ચમત્કારી મંત્રનો 1100 વાર હનુમાનજી સામે સુગંધિત ધૂપ કરી જાપ કરો. મંત્ર- || ॐ મહાબલાય વીરાય ચિરંજિવીન ઉદ્દતે | હાતિણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહાવ્યયે || આ મંત્રનો જાપ પૂરો થાય એટલે સાત વાર શ્રી હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો.

2 – જો કોઇને વારંવાર કોઇ વસ્તુથી બીક લાગતી હોય તો શનિવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગેની વચ્ચે પોતાના જ ઘરમાં પૂર્વ દિશા તરફ મોં રાખી આ મંત્રનો 700 વાર જાપ કરો. મંત્રઃ || ॐ હં હનુમંતે નમ: ||

3 – બધાં જ સંકટોમાંથી મુક્તિ માટે શનિવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગેની વચ્ચે પોતાના પૂજા સ્થળે લાલ ઊનના આસન પર બેસો અને નીચે આપેલ હનુમાનજીના સિદ્ધ મંત્રનો 551 વાર જાપ કર્યા બાદ 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. મંત્રઃ || ॐ નમો હનુમતે રૂદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા||

4 – શનિવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગેની વચ્ચે દુશ્મન કે કોઇ અસાધ્ય રોગથી કંટાળ્યા હોય તો નીચે આપેલ મંત્રનો 108 વાર જાપ કર્યા બાદ શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો. બહુ જલદી દુશ્મનો અને રોગોથી મુક્તિ મળશે. મંત્રઃ || ॐ નમો હનુમતે રૂદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા ||

You cannot copy content of this page