Only Gujarat

FEATURED National

માછીમારે નદીમાં નાખી જાળ, માછલીના બદલે ફસાઈ એવી વસ્તુ કે બોલાવી પડી પોલીસ

લખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં લૉકડાઉન દરમિયાન અમુક માછીમારો નદીમાં ઉતર્યા તો આશા હતી કે માછલી પકડાશે તો તેને વેચી ગુજરાન ચલાવશે. પરંતુ માછીમારોને જાળમાં માછલીના સ્થાને જે વસ્તુ મળી તે જોઈ તેઓ ચોંક્યા હતા. આ ઉપરાંત પોલીસને પણ આ અંગે જાણીને નવાઈ લાગી હતી.

વાસ્તવમાં લખીમપુર ખીરીની શારદા નદીમાં જ્યારે માછીમારોએ માછલી પકડવા માટે જાળ નાંખી તો માછલીના સ્થાને બજાજ પ્લેટિના બાઈક ફસાઈ હતી. માછીમારને કોઈ ભારે વસ્તુ ફસાઈ હોવાનો અંદાજ આવતા તેણે મદદ માટે અન્ય લોકોને બોલાવ્યા હતા.

જ્યારે લોકોએ જાળને પકડી ખેંચી તો તમામ લોકો ચોંક્યા હતા કારણે માછલી પકડવાની જાળમાં બાઈક ફસાઈ હતી. જાણ થતા પોલીસ આવી તો કેમણે બાઈકને પોતાના કબજામાં લીધી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ કરી રહી છે કે બાઈક નદીમાં ફેંકવામાં આવી કે કોઈ અકસ્માત થયો છે?

નદીમાંથી બાઈક નીકળતા ત્યાં લોકોની ભીડ ભેગી થઈ હતી. આ બાઈક અંગે વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી હતી. કોઈ તેને દુર્ઘટના તો કોઈ તેને એક પ્રકારનું ષડયંત્ર ગણાવતું હોવાની ચર્ચા થતી રહી. બીજી તરફ ખંડવા જીલ્લાના એક ગામ આરુદમાં સોમવારે (11 મે) એક વિચિત્ર ઘટના બની, જ્યારે માછલી પકડવા ગયેલા બાળકે તળાવમાં જાળ ફેંકી તો માછલી તો ના પકડાઈ પરંતુ તેની જાળમાં 500-2000ની નોટોનું બંડલ આવ્યું હતું, જેમાં કુલ 20 હજાર રૂપિયાની રકમ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page