Only Gujarat

International

ભારતમાં ગાયની દુર્દશા, વિદેશમાં ગાય સાથે એક કલાક વીતાવવા માટે 5200 રૂ. ખર્ચવા પડશે

ન્યૂયોર્કઃ યુરોપિયન દેશમાં ગાય સાથે રમવું ઘણું જ લોકપ્રિય છે. હવે, અમેરિકાના ન્યૂયોર્કમાં પણ આ સુવિધ શરૂ કરવામાં આવી છે. એક કલાકના 75 ડોલર (અંદાજે 5200 રૂ.) છે. તમે એક કલાક સુધી ગાય સાથે રમી શકો છો. માનવામાં આવે છે કે ગાય સાથે આ રીતે કલાક પસાર કરવામાં આવે તો વ્યક્તિનો સ્ટ્રેસ દૂર થાય છે અને તે શાંતિ ફિલ કરી શકે છે. ભારતમાં આપણને ગાયની કોઈ કિંમત નથી અને રસ્તે રઝળતી ગાયો જોવા મળે છે પરંતુ વિદેશમાં ગાયોને લઈ થતા ફાયદાઓને ધ્યાનમાં રખાય છે.

33 એકર જમીનમાં આ સુવિધ શરૂ કરવામાં આવી
હાલમાં જ ન્યૂયોર્કમાં 33 એકરમાં ફેલાયેલા માઉન્ટેન હાઉસ ફાર્મમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે. છેલ્લાં નવ વર્ષથી અહીંયા ઘોડાઓની સાથે વેલનેસ સેશન ચાલતું હતું. હવે, કાઉ કડલિંગ પણ શરૂ કરવામાં આવ્યુ છે. ફાર્મની માલિક સુઝન વુલર્સ મૂળ નેધરલેન્ડની છે. તે પતિ સાથે ન્યૂયોર્કમાં ફાર્મ ચલાવે છે. ગાય સાથેના હેલ્થ બેનિફિટ્સ જાણ્યા બાદ સુઝન નેધરલેન્ડથી બે ગાય લાવી અને તેણે આ સેશન શરૂ કર્યું.

દિવસમાં એક કે બે સેશન હોય છે
સ્વિટ્ઝરલેન્ડ તથા નેધરલેન્ડમાં સ્ટ્રેસ દૂર કરવા માટે કાઉ કડલિંગ સેશન્સ હોય છે. તેણે કહ્યું હતું કે તેને ખ્યાલ નહોતો કે અમેરિકાના લોકો ગાયના ફાયદાઓથી અજાણ્યાં હશે. તેથી જ તે પોતાની બે ગાયો બોની તથા બેલાને નેધરલેન્ડથી અહીંયા લાવી. લોકોને ડોગ તથા કેટ થેરાપી અંગે તો ખ્યાલ હોય છે પરંતુ મોટા પશુઓથી દૂર રહેતા હોય છે. ગાયનો શાંત વ્યવહાર લોકોને રિલેક્સ ફિલ કરાવે છે. એક શાંત માહોલમાં ગાયની સાથે રહીને તેના હૃદયના ધબકારા સાંભળો અને તમે તમારી તમામ મુશ્કેલીઓ ભૂલી જશે. ફાર્મમાં એક દિવસમાં કાઉ કડલિંગના બે જ સેશન થાય છે.

You cannot copy content of this page