Only Gujarat

FEATURED International

કોરોનાનું વધુ એક અજીબો-ગરીબ લક્ષણ આવ્યું સામે, દર્દીને 4 દિવસ સુધી આવી હિચકી

હિંચકી આવવું પણ કોરોના ચેપનું લક્ષણ હોઈ શકે છે. અમેરિકામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકન જર્નલ ઓફ ઇમર્જન્સી મેડિસિનમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 62 વર્ષના એક વ્યક્તિને ચાર દિવસ સુધી હિચકીનો સામનો કરવો પડ્યો. જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે તેને કોરોનાની પુષ્ટિ કરવામાં આવી. શિકાગોના વ્યક્તિને તપાસ પહેલા કોરોનાના કોઈ મોટા લક્ષણો દેખાયા ન હતા. તાવ પછી તેને હોસ્પિટલમાં ચેકઅપ માટે લાવવામાં આવ્યો હતો. અમેરિકન નિષ્ણાતો કહે છે કે જો સતત 48 કલાક સુધી હિંચકી બંધ ન થાય તો ડૉક્ટરનો સંપર્ક કરો.

ફેંફસાંની હાલત ખરાબ હતી
જર્નલ અનુસાર હિચકી સિવાય દર્દીને માત્ર તાવ હતો. આ માણસ પહેલા કોઈ રોગનો ભોગ બનતો ન હતો. પરંતુ, તેના રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી વાત બહાર આવી છે. રિપોર્ટ અનુસાર તેના ફેફસાંની હાલત ખરાબ હતી. તેમાં ઘણો સોજો હતો. એક ફેંફ્સામાંથી લોહી આવવાની વાત પણ સામે આવી હતી, જ્યારે કે તેને ફેંફ્સાની કોઈ જ બિમારી ન હતી.

હિંચકી પણ એક લક્ષણ હોઈ શકે
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોવિડ-19 ના ઘણા નવા લક્ષણો અત્યાર સુધીમાં નોંધાયા છે. આમાંના સૌથી સામાન્ય તાવ, ગળામાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ, ગંધ અથવા સ્વાદનો અભાવ છે. જો કે, વારંવાર હિંચકીઓ આવવી એ પણ કોરોના વાયરસનું લક્ષણ હોઈ શકે છે.

ફેંફ્સામાં સોજો આવવાને કારણે આવી હિંચકી
શિકાગોના કુક કન્ટ્રી હેલ્થના ડૉક્ટર કહે છે કે દર્દીના ફેંફસાંમાં સોજો એ તેની હિંચકીનું કારણ હતું. તેમને ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન, દર્દીને એઝિથ્રોમાસીન અને હાઇડ્રોક્સીક્લોરોક્વિન આપવામાં આવી હતી. 3 દિવસ સુધી દાખલ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ક્યારે એલર્ટ થવું, એક્સપર્ટે આપી સલાહ
યુ.એસ. સરકારની ટોચની મેડિકલ સંસ્થા, સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (સીડીસી) અનુસાર, બહુજ વધારે ઠંડી લાગવી, ઠંડીને કારણે ધ્રુજારી થવી, માંસપેશિયોમાં દુખાવો, સતત માથાનો દુખાવો, ગળામાં દુખાવો, ગંધ અથવા સ્વાદની અનુભૂતિ ન કરવી એ કોરોનાનું લક્ષણ છે.

અગાઉ સીડીસીએ તાવ, ઉધરસ અને શ્વાસની તકલીફને કોરોના ચેપનું લક્ષણ જણાવ્યુ હતુ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page