Only Gujarat

Business

ભારતીય ઉદ્યોગપતિએ અંગ્રેજોના દેશમાં વગાડ્યો ડંકો, ખરીદ્યો લંડનનો સૌથી મોટો બંગલો

ભારતીય ઉદ્યોગપતિએ અંગ્રેજોના દેશ બ્રિટનના લંડનમાં સૌથી મોટું ઘર ખરીદીને ચર્ચા જગાવી છે. વિદેશી મીડિયાથી લઈને દેશમાં આ ડીલને અંગે ચર્ચા થઈ રહી છે. લંડનમાં ભારતીય દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોંઘો સોદો છે. ભારતીય બિઝનેસમેન રવિ રુઈયાએ લંડનમાં 1200 કરોડ રૂપિયામાં બંગલો ખરીદ્યો છે. રવિ રુઈયાએ બ્રિટનની રાજધાની લંડનમાં આ ઘર ખરીદ્યું છે, જે લંડનની સૌથી મોંઘી મિલકત તરીકે ઓળખાય છે. જોકે, રવિ રુઈયા એવા પ્રથમ બિઝનેસમેન નથી કે જેમણે લંડનમાં ઘર ખરીદ્યું હોય. આ પહેલા સુનીલ મિત્તલ, અનિલ અગ્રવાલ સહિત ઘણા ભારતીય અબજોપતિઓ છે જેઓ પહેલાથી જ લંડનમાં રહે છે

કોણ છે રવિ રૂઈયા

રવિ રુઈયા ભારતીય ઉદ્યોગપતિ અને એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક છે. રવિ રુઈયા અને શશિ રુઈયાએ મળીને વર્ષ 1969માં એસ્સાર ગ્રુપની શરૂઆત કરી હતી. વર્ષ 1949માં જન્મેલા રવિ મિકેનિકલ એન્જિનિયર છે. તેમની કંપની એસ્સાર ગ્રુપ સ્ટીલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, કોમ્યુનિકેશન, શિપિંગ, પ્રોજેક્ટ્સ અને મિનરલ્સના સેક્ટરમાં કામ કરે છે. એસ્સાર ગ્રુપ 20થી વધુ દેશોમાં બિઝનેસ કરે છે. 75000 થી વધુ કર્મચારીઓ ધરાવતી એસ્સાર કંપનીનું મૂલ્ય 17 બિલિયન ડોલર છે. વર્ષ 2012માં ફોર્બ્સે રુઈયા બ્રધર્સને વિશ્વના સૌથી ધનિક ભારતીય તરીકે સ્થાન આપ્યું હતું. તે સમયે તેની કુલ સંપત્તિ 7 બિલિયન ડોલર હતી.

લંડનમાં ખરીદેલું સૌથી મોંઘું ઘર

રવિ રુઈયાએ યુકેની રાજધાની લંડનમાં ખરીદેલો બંગલો 113 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 1200 કરોડ રૂપિયાનો છે. આ બંગલાનું નામ હેનોવર લોજ છે, જે લંડનના રીજન્ટ પાર્કમાં સ્થિત છે. આ ઘરને ઈન્ટિરિયર ડિઝાઈનર્સ ડાર્ક એન્ડ ટેલર અને આર્કિટેક્ટ જોન નેશ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે. તેમણે આ બંગલો રશિયન પ્રોપર્ટી ઈન્વેસ્ટર એન્ડ્રે ગોંચારેન્કો પાસેથી ખરીદ્યો હતો. આ બંગલો 19મી સદીમાં બન્યો હતો. બે વર્ષ પહેલા આ બંગલો ગોંચારેન્કો પાસે હતો

You cannot copy content of this page