Only Gujarat

National

લોકરમાં મુકેલા 18 લાખ ઉધઈ ખાઈ ગઈ, માતાએ લાડલી પુત્રીના લગ્ન માટે કર્યાં હતાં ભેગા

Bank Locker and woman in Uttar Pradesh : ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક બેન્ક લોકરમાં રાખવામાં આવેલી 18 લાખ રૂપિયાની ચલણી નોટો ઉધઇ કાતરી ગયાની એક ચોંકાવનારી ઘટના બની છે. અલકા પાઠક નામની મહિલાએ મુરાદાબાદમાં બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં લોકરમાં 18 લાખ રુપિયા રાખ્યાં હતા. અલકાએ નાની દીકરીના લગ્ન માટે પાઈ-પાઈ બચાવીને કરીને આ રુપિયા ભેગા કર્યાં હતા અને લોકરમાં બચાવી રાખ્યાં હતા જેથી દીકરીના લગ્ન વખતે તે કામમાં આવે. તેને જ્યારે પૈસાની જરુર પડી ત્યારે તે લોકરમાં ગઈ હતી, લોકર ખોલીને જોતા તે ચોંકી ઉઠી હતી.

તેણે જોયું કે 18 લાખની નોટો ઉધઈ ખાઈ ગઈ હતી અને લોકરમાં નકરી માટી પડેલી જોવા મળતી હતી. અલકાએ પૈસાની સાથે લોકરમાં દાગીના પણ રાખ્યાં હતા જોકે દાગીનાને કંઈ થયું નહોતું. નોટો કાગળની હોવાથી ઉધઈ ચટ કરી ગઈ હતી.

રામગંગા વિહારની આશિયાના કોલોનીની રહેવાસી અલકા પાઠકનું રામગંગા વિહારમાં બેંક ઓફ બરોડા શાખામાં ખાતું છે. અલકાએ બેંકમાં જ એક લોકર પણ લીધું છે. ઓક્ટોબર 2022માં અલકાએ દીકરી સાથે લગ્ન કર્યા હતા. લગ્નમાં લોકોએ આપેલા કવરમાંથી જે પણ પૈસા આવ્યા, અને કેટલાક દાગીના લોકરમાં રાખવામાં આવ્યા હતા.

અલકાએ કહ્યું કે તેનો બેડ સપ્લાયનો નાનો ધંધો છે. તે બાળકોને ટ્યૂશન પણ ભણાવે છે. તેની પાસેથી મળેલા પૈસા પણ બીજી પુત્રીના લગ્ન માટે બેંક લોકરમાં રાખવામાં આવ્યા હતા. 25 સપ્ટેમ્બર, સોમવારે બેંકે કેવીસી અને એગ્રીમેન્ટ રિન્યૂઅલની માંગણી કરી હતી.

અલકાએ કહ્યું કે આ વાતની તેણે બ્રાન્ચ મેનેજરને જાણ કરી હતી. આ મામલાની તપાસ કરવામાં આવી છે અને રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ કોઈ જાણકારી શેર કરવામાં આવશે. અલ્કાએ મંગળવારે મીડિયા સાથે આ માહિતી શેર કરી હતી.

You cannot copy content of this page