Only Gujarat

National

ડરામણી ઘટના : હજારો લોકોની સામે તડપી તડપીને મહિલાનું મોત

કર્ણાટકની રાજધાની બેંગ્લુરુના એક એપાર્ટમેન્ટમાં ગેસ પાઈપલાઈનમાં લીકેજ થયા બાદ આગ લાગવાની એક ડરામણી ઘટના સામે આવી છે. મંગળવારે બપોરે આ દુર્ઘટનામાં એક વૃદ્ધ મહિલા સહિત 2 લોકોના મોત નિપજ્યા હતા. કેટલાક લોકોએ આગ લાગવાની આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.

90 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળે છે કે ઈમારતના એક ભાગમાં ઉપરના બે માળમાં આગ લાગી છે. એક વૃદ્ધ મહિલા તેના ફ્લેટની બાલકનીમાં આગની જ્વાળામાં ઘેરાઈ ગઈ છે. તે રડતા રડતા પોતાને બચાવી લેવા માટે બહાર રહેલા લોકોને આજીજી કરી રહી હતી. લોકો તેને બહાર જોઈ રહ્યા પણ, આગની જ્વાળા એટલી ભયાનક હતી કે કોઈ ફ્લેટની અંદર જવાની હિંમત કરી શક્યા ન હતા. બાલકની પણ લોખંડની ગ્રીલથી પેક હતી. આ કારણથી મહિલાને બહાર નિકળવું મુશ્કેલ બની ગયું. છેવટે મહિલાનું સળગી જવાને લીધે મોત નિપજ્યું. 4 ફ્લેટ આગને લીધે સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.

એપાર્ટમેન્ટનું નામ આશ્રિથ એસ્પાયર છે. આ એપાર્ટમેન્ટ IIM બેંગ્લુરુ પાસે બન્નેરઘટ્ટા રોડ પર છે. મહિલાનું મોત થયું તે સમયે અનેક લોકો બહાર ઉપસ્થિત હતા. ફાયરબ્રિગેડ આગ ઓલવવા પહોંચ્યું હતું. ફાયર ડિપાર્ટમેન્ટ કન્ટ્રોલ ઓફિસના જણાવ્યા પ્રમાણે સાંજે 4.41 વાગે આગની ઘટના અંગે જાણકારી મળી હતી.

મહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે પાણીના એક ટેન્કરને મોકલવામાં આવ્યું હતું. થોડી વાર બાદ માહિતી મળી હતી કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારબાદ પાણીના વધુ 2 ટેન્કર મોકલવામાં આવ્યા.એપાર્ટમેન્ટના અન્ય ફ્લેટથી પણ લોકો દોડીને બહાર નિકળી ગયા હતા. ફક્ત મહિલા તથા બે-ચાર લોકો જ આગમાં ઘેરાઈ ગયા હતા.

આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી હતી કે લોકોએ બચવું મુશ્કેલ ન હતું. ફાયરબ્રિગેડના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે મહિલીનું મોત ઈજાને લીધે થયું છે, જ્યારે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તે આગમાં ઘેરાયેલી છે અને સળગી ગઈ છે.

You cannot copy content of this page