પત્નીને બાજુની સોસાયટીમાં રહેતા યુવક સાથે મળી ગઈ આંખ, બંધાયા આડાસંબંધો, ને ખેલાયો ખૂની ખેલ

એક શોકિંગ અને સનસનીખેજ મામલો સામે આવ્યો છે. વાત એમ છેકે અમદાવાદ શહેરમાં રહેતા એક યુવકના લગ્ન થોડા વર્ષો પહેલા થયા હતા. આ યુવકને સંતાનમાં બાળકો પણ છે, પણ તેની પત્નીએ બાજુની સોસાયટીમાં રહેતા એક યુવક સાથે આડાસંબંધો બાંધતા આ યુવકે તેને છૂટાછેડા આપી દીધા હતા. બાદમાં યુવતીનો પતિ અવારનવાર ત્યાંથી પસાર થાય ત્યારે પત્નીનો પ્રેમી તેની સાથે બબાલ કરતો હતો.

આ જ બબાલની અદાવત રાખી ગઇકાલે પત્નીનો પ્રેમી તેના ભાઇઓ અને પ્રેમી સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. આ યુવકને બહાર બોલાવી બોલાચાલી ઝઘડો કરવા લાગ્યો હતો. બાદમાં યુવકને ચારેક લોકોએ માર મારતા તેના પરિવારજનો વચ્ચે તેને છોડાવવા પડ્યા હતા, જેમાં આરોપીઓએ યુવકના ભાઇને છરી મારી દીધી હતી. જેમાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થતાં સમગ્ર મામલે પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યા બાદ હત્યાની કલમોનો ઉમેરો કરી તપાસ શરૂ કરી છે.

પહેલા છૂટાછેડા ને પછી ખેલાયો ખુની ખેલ
શહેરના શાહપુરમાં રહેતો 32 વર્ષીય યુવક એસી, ટીવી, ફ્રીઝ, શુઝ વગેરેનો હોલસેલમાં વેપાર કરે છે. આ યુવકના લગ્ન વર્ષ 2016માં થયા હતા, પણ તેની પત્નીને બાજુમાં આવેલી સોસાયટીમાં રહેતા એક વ્યક્તિ સાથે આડાસંબંધ હોવાથી અઢી મહિના પહેલા છૂટાછેડા આપી દીધા હતા. જેથી પત્નીના પ્રેમીએ અને તેના પિતાએ બે-ત્રણ વખત બોલાચાલી કરી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જે ઝઘડાઓની અદાવત રાખી પત્ની સાથે આડાસંબંધ રાખનાર તેના પ્રેમીએ તથા કાકાના દીકરા તથા મામા સહિતના લોકોએ છરી લઇ ઘર પાસે આવ્યા હતા. બાદમાં વાહનમાં તોડફોડ કરી યુવકને બહાર બોલાવી તુમ હમારી આંખ સે આંખ ક્યોં મિલાતે હો તુમ હમારે ઘર કી લડકિયા કે સામને ક્યુ દેખતા હૈ, તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપી પ્રેમી અને તેના ભાઇ તથા પિતાએ હુમલો કરી માર મારવાનું શરૂ કરી દીધું હતું. જેમાં યુવકની માતા અને ભાઇ વચ્ચે છોડાવવા પડતા આ યુવકના ભાઇને પેટમાં છરી મારી દીધી હતી.

સારવાર દરમિયાન યુવકનું મોત
તાત્કાલિક અબ્દુલ કુરેશી નામના યુવકને સારવાર અર્થે ખસેડાતા ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી હતી. બીજી બાજુ યુવકે તેના ભાઇ પર હત્યાની કોશિશ કરવાના ઇરાદે હુમલો કરનારા ચારેય લોકો સામે ફરિયાદ આપતા ફરિયાદી યુવકની પત્નીના પ્રેમી, ભાઇઓ અને પિતા સામે શાહપુર પોલીસે મારામારી, ધમકી અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે, યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થતા હવે આ હત્યાની તપાસ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.