Only Gujarat

Gujarat

અમદાવાદમાં સ્પા સેન્ટરના માલિકે યુવતીના કપડાં ફાડીને લાફા ઝિંક્યા ને વાળ ખેંચ્યા પછી……

Ahmedabad Spa center owner and young girl fighting: અમદાવાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમા દેખાઇ રહ્યુ છે કે, યુવાન એક યુવતીને માર મારી રહ્યો છે. ચાર મિનિટના આ સીસીટીવી ફૂટેજમાં યુવાન યુવતીને ક્યારેક વાળ પકડીને તો ક્યારેક ઢસડીને તો ક્યારેક લાફા ઝીંકીને માર મારી રહ્યો છે. આ વાયરલ વીડિયો જોયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં દેખાતો યુવક એક સ્પા સંચાલક અને યુવતીનો બિઝનેસ પાર્ટનર હોવાનું માલૂમ પડ્યું હતું. આ વીડીયો સિંધુ ભવન રોડ પર આવેલી ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગનો હોવાનું જાણવા મળ્યું છે. યુવતીને માર મારી રહેલા યુવકનું નામ મોહસીન હોવાનું જાણવા મળ્યું છે.

લોકો અને પોલીસની સમજાવટ બાદ યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. આ મામલે પીડિતાએ કહ્યું હતું કે જ્યારે મોહસીન તેને મારતો હતો ત્યારે તેણે 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણે ફોન લઇ લીધો હતો અને મોહસીને માફી માંગી હતી. તેથી જ તેણે ફરિયાદ નોંધાવી ન હતી. જોકે, પોલીસે તેને સમજાવ્યું અને ઘણો સપોર્ટ કર્યો, તેથી તેણે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું.

તમામ લોકોનો આભાર માન્યો હતો.

આ વિડીયો વાયરલ થયા બાદ જાણવા મળ્યું હતું કે તે અમદાવાદના સિંધુ ભવન રોડ પર ચાલતા ગેલેક્સી સ્પાનો વિડીયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ વીડિયોમાં સ્પા પાસે મોહસીન નામનો આ યુવક એક યુવતીને ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર મારી રહ્યો છે. મોહસિન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આરોપીનું નામ મોહસીન રંગરેજ

આ મામલે પોલીસે કહ્યું હતું કે આરોપીનું નામ મોહસીન રંગરેજ છે. તે દાણીલીમડાનો રહેવાસી છે. આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ છે અને તેનાં મોબાઈલ ડેટા અને લોકેશનની મદદથી તેને પકડવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સિનિયર અધિકારીઓ આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ એક્ટિવ થઈ ગયા છે. સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને એ સંદર્ભે ગુનો પણ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા સ્પા સંચાલકના દાણીલીમડા ખાતેના ઘરે એક ટીમ બપોરે પહોંચી હતી. જ્યારે આરોપી ઘરે હાજર નહોતો. એવું પણ જાણવા મળ્યું હતું કે તે રાજસ્થાન જવા માટે ઘરેથી કપડાં લઈને નીકળી ગયો છે. જો કે આગામી દિવસોમાં આ મામલે તેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવશે એવી આશા રાખવામાં આવી રહી છે.

You cannot copy content of this page