Only Gujarat

National

સિંગર સિદ્ધૂ મૂસેવાલાના અંતિમ દર્શનમાં અનેક ફેન્સ રડી પડ્યા, જુઓ ભાવુક તસવીરો

જાણીતા પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. માનસા જિલ્લાના મૂસાગાંવ સ્થિત તેમના ખેતરમાં જ તેમને મુખાગ્નિ આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, મૂસેવાલાના અંતિમ સંસ્કાર વાળી જગ્યાએ હાલ પંજાબ સરકાર મુર્દાબાદના નારા લાગી રહ્યાં છે. તેમના ફેન્સ તેમની સિક્યોરિટી હટાવવા અને તેની માહિતી જાહેર કરવાના કારણે સરકારથી નારાજ છે.

મૂસેવાલાની અંતિમ યાત્રા તેમના ફેવરેટ 5911 ટ્રેક્ટર પર કાઢવામાં આવશે. મૂસેવાલાએ તેના ઘણા પંજાબી ગીતોમાં આ ટ્રેક્ટરનો ઉલ્લેખ કર્યો છે. તેને મોડીફાઈ કરાવીને ઘરમાં રાખવામાં આવ્યું હતું.

પિતાએ સિંહ જેવા દીકરાના મોત બાદ તેના તેની પૂંછોના વળ ચડાવ્યા હતા. ત્યાર બાદ દીકરાના દેહ પાસે બેસીને ધ્રુસકેને ધ્રુસકે રડ્યા હતા. પિતાએ પાઘડી ઉતારી અંતિમ સંસ્કારમાં હાજર લોકોનો આભાર પણ માન્યો હતો.

બીજી તરફ ડોક્ટરોને ગોળીઓનાં 24 નિશાન મળ્યાં છે. મૂસેવાલાના ડાબા ફેફસા અને લિવરમાં ગોળી વાગી છે. આ કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સિવાય વધુ લોહી વહી જવાના કારણે પણ તેમનું મોત થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. મૂસેવાલાની રવિવારે સાંજે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

હાઈકોર્ટના સીટિંગ જજ તપાસ કરશે
મૂસેવાલા હત્યાકાંડની તપાસ હવે હાઈકોર્ટના સીટિંગ જજ કરશે. પંજાબના ગૃહ સચિવ અનુરાગ વર્માએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રારને પત્ર લખ્યો છે. મૂસેવાલાના પિતા બાલકૌર સિંહે આ માગ કરી હતી.

સિક્યોરિટી કાપ લીક પર હાઈકોર્ટે જવાબ માગ્યો
સિક્યોરિટી કાપ લીક પર હાઈકોર્ટે પંજાબ સરકાર પાસે જવાબ માગ્યો છે. પૂર્વ ડેપ્યુટી સીએમ ઓપી સોનીએ આ અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું કે માન સરકારે રાજકીય બદલના ભાગરૂપે સિક્યોરિટી પરત લઈ લીધી. એ પછી આ અંગેની માહિતીને સાર્વજનિક કરી દીધી. એને કારણે બધા માટે સુરક્ષાનો ખતરો સર્જાયો છે.

You cannot copy content of this page