Only Gujarat

Sports

ભલભલા સેલેબ પાસે ન હોય તેવી કાર ચલાવે છે હાર્દિક, એક સમયે બેટના લેવાના પૈસા નહોતા

ચારેતરફ ક્રિકેટપ્રેમીઓમાં હાર્દિક પંડ્યાની ચર્ચા છે. આઈપીએલની પહેલી જ સિઝનમાં ગુજરાતને ચેમ્પ્યિન બનાવવામાં કેપ્ટન હાર્દિક પંડ્યાનો સિંહફાળો છે. તેણે બોલિંગ અને બેટિંગ બંનેમાં જબરદસ્ત પર્ફોર્મન્સથી ફેન્સના દીલ જીતી લીધા છે. આઈપીએલ પહેલાં હાર્દિક પંડ્યા ઈજાના કારણે ખૂબ પરેશાન હતો. તેના લીધે તે ટીમ ઈન્ડિયામાંથી પણ હાંકી કાઢવામાં આવ્યો હતો. આઈપીએલમાં મુંબઈની ટીમે પણ તેને રીટેન નહોતો કર્યો. જોકે હાર્દિક પંડ્યાએ નિરાશ થયા વગર પોતાની જાત પર વિશ્વાસ રાખ્યો અને ગુજરાતને ચેમ્પિયન બનાવી પોતાની કાબેલિયત સાબિત કરી છે.

આઈપીએલમાં ગુજરાતના સુપરસ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની રમતથી ફેન્સના દિલ જીતી લીધા છે. બોલિંગ હોય કે બેટિંગ બંને મામલે હાર્દિક વિરોધીઓ પર ભારે પડે છે. ટીમના આ શાનદાર ખેલાડી પાસે વૈભવી કારનું કલેક્શન પર રહેલું છે, જેના વિશે અમે અહીં જણાવી રહ્યાં છીએ. હાર્દિક પંડ્યાની લાઈફ સ્ટાઈલ પણ લેવિશ છે અને સ્ટાઈલ આઈકોન બનવાની એક પણ તક છોડતો નથી તેમ કહી શકાય.

કહેવાય છે ને કે નસીબ આગળ કોઈનું ચાલતું નથી. આવું જ કંઈક હાર્દિક પંડ્યાના જીવનમાં બન્યું હતું. એક સમય એવો હતો કે હાર્દિક તથા તેનો ભાઈ કુનાલ પાસે ખાવાના પૂરતા પૈસા નહોતા. નાનપણમાં પરિવારની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ હતી. આથી જ ઘણીવાર ભૂખ લાગે તો બંને ભાઈઓ સ્ટેડિયમ પર પાંચ રૂપિયાની મેગી ખાઈને દિવસ કાઢી નાખતા હતા.

જોકે, આજે બંને ભાઈઓએ પોતાની મહેનત તથા લગનથી ક્રિકેટમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. હાર્દિક પંડ્યા હાલમાં ગુજરાત ટીમનો કેપ્ટન છે. બંને કુનાલ લખનઉની ટીમ તરફથી રમે છે. બંને ભાઈઓએ મુંબઈમાં 30 કરોડ રૂપિયામાં 8 બીએચકે ફ્લેટ લીધો હતો.

જોકે બંને ભાઈઓ કારના પણ ખૂબ શોખીન છે. તેમની પાસે એકથી એક ચડિયાતી કાર છે. 2.2 કરોડ રૂપિયાની Mercedes-AMG G63. જેમાં હાર્દિક પંડ્યાનો વટ પડે છે.

હાર્દિક મુંબઈની સડકો પર 3.7 કરોડ રૂપિયાની Lamborghini Huracan EVOમાં ફરતો પણ જોવા મળે છે. ઓરેન્જ કલરની આ કારમાં હાર્દિક પત્ની નતાશા સાથે લોંગ ડ્રાઈવ પર નીકળે છે.

સેલેબની ફેવરિટ કાર ગણાતી રેન્જ રોવર હાર્દિક પંડ્યા પાસે પણ છે. વ્હાઈટ કલરની Range Rover Vogue કાર હાર્દિક પંડ્યાની સ્ટાઈલને વધુ સ્યૂટ થાય છે.

હાર્દિક પંડ્યા પાસે ચાર ચાર બંગળીવાળી ઓડી કાર પણ છે. સિલ્વર કારની Audi A 35TDIની કિંમત અંદાજે 70 લાખ રૂપિયા છે.

મીડિયા રિપોર્ટ મુજબ હાર્દિક પંડ્યાએ હાલમાં રોલ્સરોયઝ ફેન્ટમ કાર પણ ખરીદી છે. પૈસાદાર લોકો માટે આ કાર સ્ટેટ્સ સિમ્બોલ ગણાય છે. જોકે હજી સુધી આ ન્યૂઝ કન્ફર્મ નથી થયા તેમજ હાર્દિકે પણ કોઈ તસવીર પોસ્ટ કરી નથી.

એકથી એક મોંઘી કાર ભલે ખરીદી હોય પણ હાર્દિક પંડ્યાએ તેની પહેલી કાર હજી પણ સાચવી રાખી છે. 7 લાખની ટોયોટા ઈટિયોસને હાર્દિક લકી કાર માને છે.

You cannot copy content of this page