Only Gujarat

Sports

રવીન્દ્ર જાડેજા કેવી રીતે બન્યો ‘સર’, રસપ્રદ છે કારણ, વાંચીને ચોક્કસ નવાઈ લાગશે

મોહાલી ટેસ્ટમાં શ્રીલંકાને ધૂળ ચટાવનાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા હાલમાં ચર્ચા છે. ઓલરાઉન્ડર પર્ફોર્મન્સથી લોકોના દીલમાં રાજ કરનાર જાડેજા અવારનવાર સોશ્યિલ મીડિયા પર પણ છવાયેલો રહે છે. રવીન્દ્ર જાડેજાની આગળ ‘સર’ શબ્દનો ઉપયોગ થાય છે. આ પાછળ રસપ્રદ વાત છે. ‘સર’ શબ્દ પાછળની વાત વાંચીને તમને પણ આશ્ચર્ય થશે.

રવીન્દ્ર જાડેજાના ટીમમેટ્સ હોય કે ચાહકો તેઓ ઘણીવાર રવીન્દ્રને સર જાડેજા કહીને બોલાવે છે. બીસીસીઆઇ કે સ્ટાર સ્પોર્ટ્સ પર ઇન્ટરવ્યૂ હોય ત્યારે આ જ નામ સામે આવે છે. આ નામ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આપ્યું હતું.

વર્ષ 2013માં આઇપીએલ દરમિયાન ધોનીએ ફન્ની સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી, જેમાં રવીન્દ્રને ‘સર’ કહ્યો હતો. આ પોસ્ટમાં ધોનીએ કહ્યું હતું કે ‘સર’ જાડેજા કેચ પકડવા માટે દોડતા નથી, પરંતુ બોલ તેમને શોધતો શોધતો આવી જાય છે અને સીધો હાથમાં પડે છે.

ધોનીએ અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું કે સર જાડેજા પોતાની જીપ ચલાવે છે તો જીપ ઊભી રહે છે, કારણ કે રસ્તો જ ચાલવા લાગે છે. જ્યારે તે બેટિંગ કરે છે ત્યારે પેવેલિયન જ પીચની બાજુ જતું રહે છે.

આ ઉપરાંત ધોનીએ ઘણી પોસ્ટમાં ‘સર’ જાડેજા કહ્યું હતું, આમાંથી એક પોસ્ટ હતી કે ભગવાનને લાગે છે કે રજનીકાંત ઘરડા થઈ ગયા છે તો તેમણે ‘સર’ જાડેજા બનાવી દીધી. 2013માં ધોનીની પોસ્ટને કારણે રવીન્દ્ર ‘સર’ જાડેજા તરીકે ઓળખતી થયો હતો.

રવીન્દ્ર જાડેજા હવે ઇન્ડિયન ટીમનો મહત્ત્વનો હિસ્સો છે. ચેન્નઇ સુપર કિંગ્સે ધોની કરતાં રવીન્દ્રને વધુ પૈસા આપ્યા છે. રવીન્દ્રને 16 કરોડ તો ધોનીને 12 કરોડ આપ્યા છે. જાડેજા જ ચેન્નઇ ટીમનો આગામી કેપ્ટન હોવાનું માનવામાં આવે છે. મોહાલી ટેસ્ટમાં રવીન્દ્રે 175 રન બનાવ્યા હતા. મેચમાં 9 વિકેટ લીધી હતી. રવીન્દ્ર પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

You cannot copy content of this page