Only Gujarat

Gujarat

સંબંધોને લાંછન લગાડતો કિસ્સો: પિતાએ અનૈતિક સંબંધનું દબાણ કરતાં પુત્રીએ જીવ આપી દીધો

પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિ માંડવીમાં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો એક માસ પછી બહાર આવતાં શરમજનક ઘટનામાં સગીર વયની પુત્રીને પોતાનું જીવન સંકેલી લેવા પાછળ પુત્રીના પિતાએ જ અનૈતિક સંબંધ બાંધવાનું દબાણ કરી મરવા મજબૂર કરાઇ હોવાની ફરિયાદ ખુદ પુત્રીની માતાએ પતિ સામે નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાજ ધરી છે.

20 ઓગસ્ટના દીવાદાંડી પાસે રહેતી સગીર વયની યુવતીએ ઘેર ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી હતી. પ્રાથમિક તારણમાં અભ્યાસના કારણસર ફાંસો ખાઈને મૃત્યુ થવાની ઘટના નોંધાયા બાદ એક માસ પછી નવો વળાંક સામે આવ્યો છે. આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા અંગેનો ગંભીર ગુનો પુત્રીની માતાએ આક્ષેપો સાથે પોતાના પતિ અને મૃતકના પિતા સામે નોંધાાવ્યો છે. શરમજનક ઘટનામાં 9 મહિના પહેલાં મસ્કત-ઓમાનથી પુત્રીને ફોન કરીને આંતરવસ્ત્રો અંગે પૂછીને અશ્લીલ વાતો કરતો હતો. એ ઉપરાંત અનેક નૈતિક સંબંધોની માગ ફોન દ્વારા કરવામાં આવતી હતી.

આ અંગેની વોઇસ-ક્લિપ પોલીસ સ્ટેશનમાં માતાએ આપતાં નરાધમ પિતાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એકની એક પુત્રી ગુમાવનાર માતા ગંભીર આક્ષેપ સાથે પોલીસને જણાવ્યું હતું કે રાત્રિના ભાગે તેમની પુત્રી સૂઈ જતી ત્યારે તેનો નરાધમ પતિ નશામાં પુત્રીની છાતી ઉપર હાથફેરો કરતો રહેતો અને પોતાની બાહોમાં ખેંચીને બળજબરીપૂર્વક શારીરિક અને માનસિક રીતે ટોચર કરતો હોવાથી લાડકવાયી પુત્રીએ જીવ ગુમાવ્યો છે, એવો આક્ષેપ હતભાગીની માતાએ પોતાના પતિ સામે કર્યો છે. માંડવી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે ઇન્ચાર્જ પીઆઇ આર. સી. ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે.

લોકડાઉન વખતે વિદેશથી આવી પુત્રીની શારીરિક છેડછાડ કરી હતી
મસ્કતમાં લોકડાઉન હોવાથી આઠ માસથી વતન માંડવીમાં આવેલા પિતા પોતાની માસૂમ સગીર વયની પુત્રી સાથે એકલતાનો લાભ લઇને શારીરિક છેડછાડ કરતો હતો. આ બાબતે નાની-મોટી બોલાચાલી થતી હતી. અંતે, 20 ઓગસ્ટના પુત્રીએ પિતાની હરકતથી કંટાળીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.

You cannot copy content of this page