Only Gujarat

National TOP STORIES

હત્યારાઓને ખુલ્લે આમ ધમકી, તૈયાર થઈ જાવ મોત માટે…..

મોહાલીઃ પંજાબના મોહાલીમાં શનિવારે વિક્રમજીત સિંહ ઉર્ફ વિક્કી મિદદુખેડાની ધોળા દિવસે હત્યા કરવામા આવી હતી. એક કથિત ફેસબુક પોસ્ટ થકી દેવિંદર બંબીહા ગેંગે આ હત્યાની જવાબદારી લીધી છે. હવે બીજી એક ફેસબુક પોસ્ટ સામે આવી છે, જેમાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગે વિક્કીના હત્યારાઓને મારી નાંખવાની ધમકી આપી છે અને વિક્કીને પોતાનો ભાઈ ગણાવ્યો હતો.

લૉરેન્સ બિશ્નોઈ હાલ રાજસ્થાનની જેલમાં બંધ છે. પોસ્ટ કોણે કરી અને ક્યાંથી કરી તે એક ચર્ચાનો વિષય છે. આ પોસ્ટમાં લૉરેન્સ અને વિક્કી એક સાથે જોવા મળી રહ્યાં છે. તસવીરમાં ગોલ્ડી બરાર નામનો અન્ય વ્યક્તિ પણ જોવા મળે છે. ગોલ્ડી બરાર કેનેડાથી બિશ્નોઈ ગેંગ ચલાવી રહ્યાંનો આરોપ છે.

ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ‘વિક્કીનું અમારા ગુનાહિત કાર્યો સાથે કોઈ જ સંબંધ નહોતો. હવે વધારે નહીં બોલું બસ કરીને દેખાડીશું. રહી વાત જે પણ ભાઈની મોત માટે જવાબદાર છે તેની, તો તે પોતાની મોતની તૈયારી કરી લે. આ મોતના પરિણામ અમુક દિવસમાં જોવા મળશે.’

પોલીસે આ મામલે ગેંગવોરની આશંકાથી ઈન્કાર નથી કર્યો. પોલીસને અંદેશો છે કે ગૌરવ પટિયાલ ફર્ફ લકી જે બબીહા ગેંગનો સભ્ય છે, તે આ હત્યાકાંડ માટે જવાબદાર છે. ગૌરવ પટિયાલ અર્મેનિયા દેશમાં રહે છે.

બબીહા ગેંગએ લખ્યું કે, વિક્કી તેમના દુશ્મન ગેંગના નિક્ટનો વ્યક્તિ હતો. બિશ્નોઈ ગેંગને વિક્કી પાસેથી મળેલી માહિતીના આધાર પર તેમણે બબીહા ગેંગના ગુરલાલ ભલવાન અને રાના સિદ્ધુની હત્યા કરી હતી. બબીહા ગેંગે આરોપ લગાવ્યો કે, વિક્કી બિશ્નોઈ ગેંગને વસૂલી માટે મોટા લોકોના નંબર આપતો હતો.

વિક્કી શિરોમણિ અકાલી દળના સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈજેશન ઓફ ઈન્ડિયાના ચંદીગઢ ઝોનનો પ્રધાન હતો. વિક્કી, અકાલી નેતા અજય મિદદુખેડાનો નાનો ભાઈ હતો. વિક્કી ચૂંટણી પણ લડી ચૂક્યો છે. બદમાશોએ વિક્કી પર ઘણા રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેના કારણે ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.

You cannot copy content of this page