સબ ટીવીના પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા થોડા સમયથી અનેક બદલાવ આવી ચૂક્યા છે. લોકડાઉનના બાદ ફરી શરૂ થયેલા આ શોના અનેક એક્ટર્સ બહાર થઇ ગયા છે. તારક મહેતાના સોઢી બાદ અંજલી ભાભીનો રોલ કરતી નેહા મહેતાએ પણ આ શોને અલવીદા કહ્યું છે. જો કે હવે મેકર્સે નવી અંજલી ભાભીને શોધી લીધી છે. શોમાં હવે અંજલી ભાભીનો રોલ સુનૈના ફૌજદાર નીભાવશે. તો સોઢીના રોલમાં બલવિંદર સિંહ સૂરી નજર આવી રહ્યાં છે.
નવી અંજલી ભાભી અને સોઢી બંને શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. સુનૈનાએ સોશિયલ મીડિયા પર તારક મહેતાના સેટની કેટલીક તસવીરો શેર કરી છે. આમાં રિયલ લાઇફની વાત કરીએ તો નવી અંજલી ભાભી ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે.
ફોટોમાં સુનૈના તારક મહેતા ઉર્ફ શૈલેન્દ્ર લોઢાની સાથે નજર આવી રહી છે. લોકો પણ હવે તારક મહેતાની સાથે નવી અંજલી ભાભીની ટ્યુનિંગને જોવા બેતાબ છે.
ફોટો શેર કરતી વખતે સુનૈનાએ લખ્યું કે તમામ કલાકાર પોતાના દર્શકોને એન્ટરટેન કરવા માટે જીવે છે. મને અંજલીભાભી તરીકે સ્વીકાર કરો અને તારક મહેતામાં મારું સ્વાગત કરો. મને તમારો એવો સપોર્ટ જોઇએ જેવો પહેલા પણ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર તારક મહેતાનો એક પ્રોમો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં સુનૈના અને બલવિંદર નજર આવી રહ્યાં છે. જો કે જૂની અંજલી અને સોઢીની જેમ જ દર્શકોનો પ્રેમ મળશે કે નહીં એ તો આવનારો એપિસોડ જોયા પછી ખબર પડશે.
સુનૈના ફૌજદાર પરીણિત છે. સુનૈનાએ 4 વર્ષના સંબંધ બાદ પોતાના બોયફ્રેન્ડ કૃણાલ ભંગવાની સાથે લગ્ન કર્યા છે. કૃણાલ એક બિઝનેસમેન છે.
સુનૈના ફૌઝદારે એક્ટિંગ કરિયરની શરૂઆત સ્ટાર પ્લસના શો સંતાનથી કરી હતી. એ સિવાય તે રાજા કી આએગી બારાત, કુબુલ હે, રહના હેં તેરી પલકો કી છાવ મેં, સીઆઇડી, સાવધાન ઇન્ડિયા, આહટ, એક રિશ્તા સાઝેદારી કા, લગી તુઝસે લગન અને ફિયર ફાઇલ્સ જેવા શોમાં પણ કામ કર્યું છે.
સુનૈનાનું કહેવુ છે કે નેહા મહેતા છેલ્લા 12 વર્ષથી આ શોનો ભાગ હતી. તણીને રિપ્લેસ કરવું મારા માટે એટલું સરળ નહી રહે. સુનૈનાનું કહેવું છે કે નેહાની જગ્યા લેવી ઘણી મુશ્કેલ હશે પરંતુ શોમાં પોતાનું 100 ટકા આપવાનો પ્રયાસ કરીશ.
ઉલ્લેખનીય છે કે શરૂઆતથી જ તારક મહેતાનો ભાગ રહેલી નેહાએ હાલમાં જ શો છોડ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે નેહા મહેતાના શો છોડવાની સૌથી મોટું કારણ કરિયર છે. નેહાએ આ નિર્ણય પોતાના કરિયરમાં વધુ સારી તકો મેળવવા માટે લીધો છે કારણ કે જ્યારથી શો શરૂ થયો છે ત્યારથી અત્યારસુધી નેહા એક જ રોલમાં બંધાઇને રહી ગઇ હતી.
નેહા મહેતા પહેલા શોની લીડ એક્ટ્રેસ દિશા વાકાણી ઉર્ફ દયા ભાભી શો છોડી ચૂકી છે. એક્ટ્રેસે પ્રેગ્નેંસીના કારણે ત્રણ વર્ષ પહેલા મેટરનિટી લીવ લીધી હતી પરંતુ હજુ સુધી તેની વાપસી થઇ નથી. ઘણીવાર તેની વાપસીની અટકળો પણ વહેતી થઇ હતી પરંતુ હજુ સુધી તે શોમાં દેખાઇ નથી.
આ વર્ષે 28 જુલાઇના રોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 12 વર્ષ પૂર્ણ થયા છે. અત્યારસુધીમાં આ શોના 2981 એપિસોડ ઓન એર થઇ ચૂક્યા છે. 2008માં શરૂ થયેલા આ શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી છે.