Only Gujarat

Gujarat

અમદાવાદ અગ્નિકાંડ: કરુણ આક્રંદથી નવરંગપુરા ધ્રુજી ઉઠ્યું, ભાવુક તસવીરો

અમદાવાદ: ગઈકાલની દુખદ ઘટનાથી ગુજરાતીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગુરૂવાર સવારે લાગેલી આગમાં 8 કોરોનાના દર્દીઓ બળીને ખાખ થઈ ગયા હતા. હચમચાવી મૂકતી આ ઘટનામાં બે મહિલા સહિત 8 લોકોએ જીવતા ભડથું થઈ ગયા હતા. કોરોનાકાળમાં માનવજાત ઝઝૂમી રહી છે ત્યારે આ ઘટનાથી મનમાં પ્રશ્ન ઉભો થાય કે ભગવાન ક્યારેક આટલો નિષ્ઠુર કેમ બની જતો હશે? હોસ્પિટલથી લઈ પોસ્ટમોર્ટમ રૂમ પાસે મોતને ભેટેલા લોકોના સ્વજનોના કરુણ રુદનથી ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.

કોરોના સામે આખી દુનિયા લડી રહી છે. અમદાવાદમાં અમુક દર્દીઓ કોરોનાથી સંક્રમિત થતાં નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં દાખલ થયા હતા. કોરોનાથી મુક્ત થવા આવેલા દર્દીઓને ક્યાં ખબર હતી કે આ હોસ્પિટલ તેમના માટે સ્મશાન બની જશે.

હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સ્વજનનો ક્યારે કોરોનાથી મુક્ત થઈને ઘરે જઈશું તેની રાહ જોતા હતા. પણ તેમને ક્યાં ખબર હતી કે આગ રૂપી મોત તેમની રાહ જોઈ રહ્યું છે.

આ ભયાનક આગમાં કોઈકે પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તો કોઈકે પોતાના ભાઈ-બહેન ગુમાવ્યા છે. અનેક પરિવારને છીન્ન-ભીન્ન કરી નાંખ્યા છે.

આગના સમાચાર મળતાં હતભાગી દર્દીઓના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. અહીં મૃતકોના દર્શન માટે સ્વજનો તડપી રહ્યા હતા. તેઓ માનવા જ તૈયાર નહોતા કે તેમના પરિવારજનો હવે આ દુનિયામાં નથી.

હોસ્પિટલમાં એક સમયે તો એવા દ્રશ્યો સર્જાયા હતા કે કોણ કોને દિલાસો આપે. સ્વજનો એકબીજાને વળગીને રડીને મન હળવું કરી રહ્યા હતા.

પરિવારજનોના હૈયાફાટ રૂદન જોઈને હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી એટલું જ નહીં હાજર પોલીસ, મીડિયાના લોકો પણ ભાવુક થઈ ગયા હતા.

મૃતકોને ખૂબ જ હચમચાવી મૂકતું મોત મળ્યું હતું. આગ અને ધૂમાડામાં એક-એક શ્વાસ માટે તરફડિયા મારીને 8 લોકો મોતને હવાલે થયા હતા.

પોસ્ટમોર્ટમમાં ઓળખવામાં પણ તકલીફ પડે તે 8 લોકો ભળીને ભડથું થઈ ગયા હતા.

મૃતકોના અમુક પરિવારજનોનો ડૂમો ભરાઈ આવ્યો હતો. ઘટનાના આઘાતમાં અમુક પરિવારજનોના આંસુ પણ નીકળી શકતા નહોતા.

પોસ્ટમોર્ટમ અને હોસ્પિટલ બહાર  મૃતદેહની ભારે આંખે રાહ જોઈ રહેલા પરિવારજનો.

પરિવારનો લોકો એકબીજાને વળગીને રડી પડ્યા હતા.

ઘટનાની દુખી લોકોએ પોલીસ સામે આક્રોશ ઠાલાવ્યો હતો.

પરિવારજનોએ એમ્બ્યુલન્સમાં ડોકિયું કરીને પોતાના સ્વજનોનો ભાળ મેળવી હતી.

You cannot copy content of this page