Only Gujarat

FEATURED National

પતિ કરતો હતો બીજે ગામ મજૂરી કામ, ઘરમાં પત્ની પ્રેમી સાથે કરતી કામલીલા પણ એક દિવસ…

પટણાઃ બિહારના સુપોલ જીલ્લાના લક્ષ્મીનિયા પંચાયતમાં પંચાયત કમિટીના સભ્યના પતિને ગામની જ એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોયા બાદ ગામવાસીઓએ બંને પ્રેમીઓની ધોલાઈ કરી હતી. આડાસંબંધોને કારણે પુરુષ અને મહિલાને દોરડા વડે બાંધી તેમની ધોલાઈ કરવામાં આવી, જે પછી બંનેનું અડધું મુંડન કરવામાં આવ્યું. પોલીસે આ મામલે 2 લોકોની ધરપકડ કરી હતી.

લક્ષ્મીનિયા પંચાયત કમિટીના એક સભ્યના પતિને અને ગામની મહિલાને મોડી રાત્રે કઢંગી હાલતમાં રંગે હાથ પકડવામાં આવ્યા હતા. જે પછી પ્રેમી પુરુષની મૂંછો મુંડાવી અને અડધુ મુંડન કરવામાં આવ્યું. આ ઉપરાંત તેને ઢોર માર મારવામાં આવ્યો.

પંચાયત કમિટીના સભ્યના પતિનું પાડોશની એક મહિલાના ઘરે અવર-જવર હતી અને આસપાસના લોકો પણ આ અંગે જાણતા હતા. મહિલાનો પતિ ગામથી દૂર મજૂરી કરે છે, જે છેલ્લા 8 મહિનાથી ઘરે આવ્યો નથી. સોમવાર (3 ઓગસ્ટ)ની રાતે પણ મહિલાને તેનો કથિત પ્રેમી મળવા પહોંચ્યો હતો અને પાડોશી લોકોએ ભેગા થઈ બંનેને આપત્તિજનક સ્થિતિમાં પકડી પાડ્યા હતા.

સ્થાનિક જનપ્રતિનિધિઓ અને સમાજના લોકોએ તેની પાસે માફીનામું લખાવ્યું અને દંડ પણ ફટકાર્યો. આ ઉપરાંત તેના વાળ અને મૂંછ મૂંડાવવામાં આવ્યા. મહિલાને પણ ચેતવણી આપી છોડી મૂકવામાં આવી, પરંતુ અમુક લોકોએ ઘટનાનો વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. સુપોલ એસપી મનોજ કુમારે વીડિયો ફૂટેજ મળતા જ એસડીપીઓને તપાસના આદેશ આપ્યા હતા. વીડિયોના આધારે મોડી રાતે 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે.

You cannot copy content of this page