Only Gujarat

FEATURED International

સવારે ઊઠી તો મહિલાના ઓશીકા પર પડ્યો હતો વાળનો ગુચ્છો, ડોક્ટર્સનો ડરામણો ખુલાસો

લંડનઃ કોરોના વાયરસે દુનિયાામાં તબાહી મચાવી છે. આ વાયરસનો હજુ સુધી ન તો ઇલાજ શોધાયો છે કે ન તો વેક્સિન. આ કારણે લોકો સામાજિક અંતર, માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરીને વાયરસથી બચવાની કોશિષ કરી રહ્યાં છે. જ્યારે કોરોના વાયરસનું સંક્રમણ હ્યુમન બોડીમાં શરૂ થયું ત્યારે શરૂઆતના દિવસોમાં કોરોનાના લક્ષણો શરદી, તાવ, ઉધરસ હતા. ત્યારબાદ સ્વાદ અને ગંધની ક્ષમતા જતી રહેવા જેવા લક્ષણો પણ ઉમેરાયા. આ સાથે મોંમાં રેશિઝ પડવા જેવા લક્ષણો પણ કોરોના સંક્રમિતમાં જોવા મળી રહ્યાં છે.જો કે આ બધા લક્ષણોની સાથે હવે કોરોના વાયરસનું એક નવું લક્ષણ પણ સામે આવ્યું છે. કોરોના દર્દીના વાળ પણ ખૂબ જ ઉતરતા હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. યૂકે એસેક્સમાં રહેનાર 30 વર્ષની એક મહિલાએ કોરોનાના કારણે વાળ જતાં રહ્યાં હોવાની હકીકત સાથે તેમની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી.


યૂકેના એસેક્સમાં રહેતી 30 વર્ષિય ગેસ ડુડલના પિતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ હતો અને કોરોના કારણે તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું. તેમના પિતાના મલ્ટીઓર્ગન ફેઇલ થઇ ગયા હતા. તેમના પિતાના કારણે ગ્રેસ કોરોના સંક્રમિત થઇ ગઇ. પિતાના સંપર્કમાં આવી હોવાથી ગ્રેસને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો જો કે મહિનો હોસ્પિટલમાં રહ્યાં બાદ ગ્રેસ સાજી થઇ ગઇ.હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇને ગ્રેસ ઘરે આવી ગઇ. વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ ગ્રેસે જોયું કે, તેમના વાળ બહુ ઝડપથી ઉતરી રહ્યાં છે.

એક દિવસ તે સવારે ઉઠી તો તેમના બેડ પર વાળનો ગુચ્છો જોવા મળ્યો. ત્યારબાદ તેમને કાંસકાથી વાળ આળ્યાં તો મોટા પ્રમાણમાં વાળ ઉતરવા લાગ્યાં. ગ્રેસના માથા પરથી અત્યાર સુધીમાં 55 ટકા વાળ ખરી ગયા છે. આ સમસ્યાથી પરેશાન ગ્રેસે જ્યારે ડોક્ટરનો સંપર્ક કર્યો તો એક ચોંકાવનારી વાત સામે આવી.

ગ્રેસને ડોક્ટરે જણાવ્યું કે કોરોનાના સંક્રમણને કારણે તેના વાળ ખરી રહ્યાં છે. તેમની બોડીને સંકેત મળી ગયા હતા કે કોરોના કારણે તે મૃત્યુ પામશે.

 

આ કારણથી બોડીએ જરૂરી કામ માટેની એનર્જી બચાવવાનું શરૂ કરી દીધું હતું. બોડીના હિસાબે વાળને સાચવા એટલું એ સમયે જરૂરી ન હતું તેથી બોડીએ વાળને માથે સાથે એટેચ રાખતું ફોલિસલ્સને બંધ કરી દીધું.

ડોક્ટર્સ ગ્રેસને કેટલીક દવાઓ આપી છે. આ સાથે ડોક્ટરે જણાવ્યું કે, એક વર્ષ બાદ નવા વાળ આવવાના શરૂ થઇ જશે. ગ્રેસ તેમની આ સમસ્યાની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને લોકોને માટે સભાન કરવાની કોશિષ કરી છે.

You cannot copy content of this page