મુંબઈઃ 90ના દશકની ફેમસ એક્ટ્રસ આયેશા ઝુલ્કા ઘણાં સમયથી બોલિવૂડથી ગાયબ છે. ‘ખિલાડી’, ‘વક્ત હમારા હૈ’, ‘દિલ કી બાજી’, ‘જય કિશન’ જેવી ફિલ્મોમાં અક્ષય કુમાર સાથે રોમાન્સ કરનારી આયશા 2006 સુધી સતત ફિલ્મોમાં જોવાં મળી હતી. આ પછી અચાનક તે ઇન્ડસ્ટ્રીથી ગાયબ થઈ ગઈ. વર્ષ 2003માં તેમણે બિઝનેસમેન સમીર વાશી સાથે છુપાઈને લગ્ન કરી લીધાં. આજે આયશા તેમના પતિ સાથે કરોડોનો બિઝનેસ સંભાળે છે અને ફેમિલી સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહી છે.
આયેશાએ 1992માં ફિલ્મ ‘ખિલાડી’ ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળી હતી. આ ફિલ્મ જબરદસ્ત હિટ થઈ હતી. બંનેની જોડીને દર્શકોએ પણ ખૂબ પસંદ કરી હતી. બંનેની ઑન સ્ક્રીન જોડી ઓફ સ્ક્રીન પણ જોવા મળતી હતી. થોડાં સમય પછી બંને તેમના સંબંધને લઈને ચર્ચામાં રહ્યા પણ સંબંધ વધારે દિવસ સુધી રહ્યો નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
આયેશા ફિલ્મોથી દૂર છે છતાં કરોડો રૂપિયા કમાઈ રહી છે. આયેશા ફિલ્મ છોડીને બિઝનેસની દુનિયામાં આવી ગઈ છે, જ્યાં નામની સાથે રૂપિયા પણ કમાઈ રહી છે. આજે આયેશા કરોડોની પ્રોપર્ટીની માલિક છે.
અત્યારે તે એક મોટી કન્સ્ટ્રક્શન કંપની સંભાળી રહી છે, જેનું નામ સૈમરૉક ડેવલપર્સ છે. ઉલ્લેખનીય છે કે, તેમને આ કંપની તેમના પતિ સાથે મળીને શરૂ કરી હતી.
આ કંપની દ્વારા તે મુંબઈથી ગુજરાતમાં અનેક રેસિડેન્શલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ બનાવે છે. આ સાથે જ તેમનો ગોવામાં એક રિસોર્ટ પણ છે, મુંબઈમાં પણ અનંતા નામથી તેમનો સ્પા બિઝનેસ છે.
આયેશા એક ઉત્તમ ડિઝાઇનર પણ છે, તેમની એડિશન્સ નામથી ક્લોધિંગ લાઇન પણ છે. આ દરેક બિઝનેસનું વાર્ષિક ટર્ન ઓવર અંદાજે કરોડો રૂપિયાનું છે.
47 વર્ષની આયેશાનો જન્મ શ્રીનગરમાં થયો હતો. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના સમયે સફળ એક્ટ્રસ રહી હતી. તેમને બોલિવૂડ, કન્નડ, ઉડિયા અને તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેમને ‘કુર્બાન’, ‘જો જીતા વહી સિંકદર’, ‘ખેલાડી’, ‘મહેરબાન’, ‘દલાલ’, ‘બલમા’, ‘વક્ત હમારા હૈ’, ‘રંગ’, ‘સંગ્રામ’ અને ‘માસૂમ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.